ગુજરાત આજના મહત્ત્વના સમાચાર : અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના, વિક્રમ ઠાકોર સરકારથી થયો નારાજ

Gujarat Top Headlines 15 March : ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી બનાવવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા સૂચના આપી છે.

Gujarat Top Headlines 15 March : ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી બનાવવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા સૂચના આપી છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો વડોદરા અકસ્માત કેસના આરોપી રક્ષિત ચોરસિયાને એક દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આરોપી રક્ષિત ચોરસિયાને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો હતો, જ્યાં તે લંગડાતો જોવા મળ્યો હતો. બીજી તરફ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી બનાવવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા સૂચના આપી છે.

Advertisment

વડોદરા અકસ્માત કેસ, આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરામાં હોળીની રાત્રે પોશ કારેલીબાગ વિસ્તારમાં એક કારે ત્રણ ટુ-વ્હીલર અને રાહદારીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને સાત અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જનાર આરોપી રક્ષિત ચોરસિયાને એક દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આરોપી રક્ષિત ચોરસિયાને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો હતો, જ્યાં તે લંગડાતો જોવા મળ્યો, તે બન્ને પગે ચાલી પણ શકતો ન હતો. રક્ષિત ઘટના સ્થળ પર લોકોની વચ્ચે માફી માગતો પણ જોવા મળ્યો હતો.

અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી બનાવવા અને અસામાજિક ગુંડા તત્ત્વો પર કડક કાર્યવાહી કરી તેમના પર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે શનિવારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા સૂચના આપી છે.

સરકાર સામે વિક્રમ ઠાકોર થયો નારાજ

ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર નારાજ છે. વિક્રમ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને મુદ્દાસર રજૂઆતો કરી હતી. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, 'ઘણાં સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે.

Advertisment

રાજકોટ જિલ્લામાં ત્રણ યુવકો તળાવમાં ડૂબ્યા, એકનું મોત

રાજકોટ જિલ્લામાં લોઠડા પાસે ત્રણ યુવકો તળાવમાં નહાવા પડ્યાં હતાં. જેમાં ત્રણેય 3 યુવકો ડૂબ્યા હતા, જેમાં 2 યુવાનો પોતાનો જીવ બચાવીને બહાર નીકળ્યા હતા પણ એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, 108ની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર ગુજરાતી ન્યૂઝ ગુજરાત પોલીસ વડોદરા અમદાવાદ ગુજરાત