/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ આણંદના લાંભવેલ પાસેખી પલાર થતી કેનાલમાંથી રિદ્ધિ સુથાર નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. રિદ્ધિ સુથાર પોતે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. બીજી તરફ આપે ગુજરાતના પ્રભારી તરીકે ગોપાલ રાયની નિમણૂંક કરી છે. જ્યારે સહ-પ્રભારી તરીકે દુર્ગેશ પાઠકની નિમણૂંક કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારની લાશ મળી
આણંદના લાંભવેલ પાસેખી પલાર થતી કેનાલમાંથી રિદ્ધિ સુથાર નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. રિદ્ધિ સુથારે ભાજપ નેતા રૂષિન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. બંનેને દોઢ વર્ષનું બાળક પણ છે. રિદ્ધિ સુથાર પોતે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આ આત્મહત્યા છે કે હત્યા તે વિશે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આપે ગુજરાતના પ્રભારી તરીકે ગોપાલ રાયની નિમણૂંક કરી
આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનમાં ફેરફાર કર્યો છે. આપે ગુજરાતના પ્રભારી તરીકે ગોપાલ રાયની નિમણૂંક કરી છે. જ્યારે સહ-પ્રભારી તરીકે દુર્ગેશ પાઠકની નિમણૂંક કરવામાં આવી છે.
ગરમી વધવાની આગાહી
રાજ્યમાં 24 કલાક બાદ તાપમાન વધતા ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ હાલ ઉત્તર પશ્ચિમ - ઉતરના પવન ફૂંકાઇ રહ્યા છે. 24 કલાક બાદ 2થી 3 ડીગ્રી તાપમાન વધવાની શક્યતા છે. એક વેસ્ટર્ન ડીસ્ટર્બન સક્રિય થશે જેના કારણે તાપમાન વધશે.
અમદાવાદમાં વધુ એક અકસ્માત
અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. કુબેરનગરમાં વિસ્તારમાં અકસ્માતની ઘટના ઘટી હતી.
જેમાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવકનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ 13 વર્ષની સગીરાએ અકસ્માત કર્યો હતો.
નર્મદા પરિક્રમાની તૈયારીઓ શરુ
ગુજરાતના નર્મદા જિલ્લામાં વર્ષમાં એક મહિના દરમિયાન યોજાતી 21 કિલોમીટર લાંબી ઉત્તરવાહિની પરિક્રમાની મોટાપાયે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં આગામી 29 માર્ચના રોજ નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોના પણ શ્રદ્ધાળુઓ પરિક્રમા કરે છે. નર્મદા પરિક્રમાની એક અલગ મહિમા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us