ગુજરાત સમાચાર : અમેરિકામાં ગુજરાતના પિતા-પુત્રીની હત્યા, વાત્રક નદીમાં 3 કિશોરના ડૂબવાથી મોત

Gujarat Top Headlines 22 March : ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. અમેરિકામાં ગુજરાતી પર ફરી હુમલાનો થયો છે. આ ઘટનામાં પ્રદિપ પટેલ અને પુત્રી ઉર્વિ પટેલનું મોત થયું છે

Gujarat Top Headlines 22 March : ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. અમેરિકામાં ગુજરાતી પર ફરી હુમલાનો થયો છે. આ ઘટનામાં પ્રદિપ પટેલ અને પુત્રી ઉર્વિ પટેલનું મોત થયું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ અમેરિકામાં ભારતીયો પર ફરી હુમલાની ઘટના સામે આવી છે. મહેસાણાના કનોડા ગામના પિતા-પુત્રી સ્ટોરમાં બેઠા હતા. તે દરમિયાન એક અશ્વેત શખસ અચાનક ઘૂસી આવ્યો હતો અને ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારની ઘટનામાં પ્રદિપ પટેલ અને પુત્રી ઉર્વિ પટેલનું મોત થયું છે. બીજી તરફ માલપુર નજીક વાત્રક નદીમાં 3 કિશોરના ડૂબવાથી મોત થયા છે.

Advertisment

અમેરિકામાં મહેસાણાના પિતા-પુત્રીની હત્યા

અમેરિકામાં ભારતીયો પર ફરી હુમલાની ઘટના સામે આવી છે. અમેરિકાના વર્જિનિયાના એકોમેક કાઉન્ટી શહેરમાં ગત 20 માર્ચે મૂળ મહેસાણાના કનોડા ગામના પિતા-પુત્રી સ્ટોરમાં બેઠા હતા. તે દરમિયાન એક અશ્વેત શખસ અચાનક ઘૂસી આવ્યો હતો અને ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારની ઘટનામાં પ્રદિપ પટેલ અને પુત્રી ઉર્વિ પટેલનું મોત થયું છે. હુમલાખોરની ધરપકડ કરી લીધી છે.

વડોદારાનો યુવક કતારમાં ફસાયો

વડોદરાનો યુવક અમિત ગુપ્તા કતારમાં ફસાયો હોવાની માહિતી સામે આવી છે. અમિત ગુપ્તા આનંદ મહિન્દ્રાની કંપનીમાં હેડ તરીકે ફરજ બજાવતો હતો. છેલ્લાં 3 મહિનાથી તેનો સંપર્ક થઈ શકતો નથી. પરિવારજનોનો આરોપ છે કે, કતાર સ્ટેટ સિક્યોરિટી દ્વારા તેને 80 દિવસથી ગોંધી રાખવામાં આવ્યો છે. પરિવારે લગભગ 3 મહિનાથી યુવક સાથે વાત નથી કરી. આ વિશે પરિવારે કતાર એમ્બેસીમાં પણ જાણ કરી છે, તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.

પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી અને અશ્લીલ મેસેજ કર્યાનો આરોપ

જુનાગઢમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના આવી સામે છે. જુનાગઢના ભેંસાણની સરકારી વિનયન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી અને અશ્લીલ મેસેજ કર્યાનો આરોપ લાગ્યા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Advertisment

આ પણ વાંચો - અમદાવાદમાં આઈપીએલની મેચોના કારણે મેટ્રો ટ્રેનનો સમય બદલાશે, સ્પેશ્યલ ટિકિટ આટલા રૂપિયામાં મળશે

નરોડામાંથી 16 વર્ષીય સગીરાને દેહવેપારમાંથી મુક્ત કરાઇ

અમદાવાદમાં હ્યુમન ટ્રાફિકિંગને લઈ મહિલા ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. નરોડામાંથી 16 વર્ષીય સગીરાને દેહવેપારમાંથી મુક્ત કરાઇ છે. બાંગ્લાદેશી સગીરાને દેહવેપારમાં ધકેલાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા પોલીસના કોમ્બિંગ દરમિયાન સગીરા રોડ પરથી મળી હતી. સગીરાની પૂછપરછ કરતા દેહવેપારનો ખુલાસો થયો છે.

માલપુર નજીક વાત્રક નદીમાં 3 કિશોરના ડૂબવાથી મોત

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. માલપુર નજીક આવેલી વાત્રક નદીમાં 3 કિશોર ડૂબી જવાથી તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના માલપુરના જુના પુલ પાસે બની હતી, જ્યાં આ કિશોરો તેમના મિત્રો સાથે નહાવા માટે ગયા હતા.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત