ગુજરાત આજના મહત્ત્વના સમાચાર : ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર અકસ્માત, 3 ના મોત, મગફળીના ગોડાઉનમાં આગ

Gujarat Top Headlines 6 March : ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર ટ્રકની પાછળ અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત થયા છે

Gujarat Top Headlines 6 March : ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર ટ્રકની પાછળ અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત થયા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હરિપર બ્રિજ નજીક કાર ટ્રકની પાછળ અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત થયા છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં એક મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે

Advertisment

ભાજપે જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની જાહેરાત કરી

ભાજપે ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરના પ્રમુખની જાહેરાત કરી છે. ભાજપે 26 જિલ્લા પ્રમુખ અને 6 શહેર પ્રમુખની જાહેરાત કરી છે. ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલની વરણી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણા, અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. (અહીં વાંચો)

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર અકસ્માત, 3 લોકોના મોત

ગુજરાતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હરિપર બ્રિજ નજીક કાર ટ્રકની પાછળ અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં આગ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં એક મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે. આગ લાગવાન કારણે કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઇ ગઇ છે. પ્રાથમિક માહિતી મુજબ મગફળીની ટેકાના ભાવે ખરીદી કર્યા બાદ એફસીઆઈ ગોડાઉનમાં રાખવામાં આવી હતી.

Advertisment

આ પણ વાંચો - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત મહિલા પોલીસ બનશે PM મોદીનું સુરક્ષા કવચ

ઠંડા પવન ફૂંકાતા લોકોને ઠંડીનો ચમકારો વર્તાયો

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં ગરમી બાદ ઠંડા પવન ફૂંકાતા લોકોને ઠંડીનો ચમકારો વર્તાયો હતો. જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જેમાં આગામી 9-10 માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે.

ફતેવાડી કેનાલમાંથી બે યુવાનના મૃતદેહ મળ્યા

અમદાવાદની ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવાનાં ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ મિત્રો કેનાલમાં ખાબક્યા હતા. જેમાંથી બે યુવાનના મૃતદેહ હાથ લાગ્યા છે, જ્યારે એક યુવાન હજુ લાપતા છે.

GPSCની પરીક્ષામાં માર્ક્સના વેઇટેજમાં ફેરફાર

હવે જીપીએસસીની પરીક્ષા યુપીએસસીની જેમ જ લેવાશે. પહેલા મેઇન્સ અને ઇન્ટરવ્યૂના 1000 માર્ક હતા, જેના બદલે હવે એના 1400 માર્ક્સ હશે. 20 એપ્રિલે યોજાનારી પ્રીલિમ્સ નવા નિયમો સાથે લેવાશે.

ગાંધીનગર ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત