/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ, જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેમને સન્માનિત કરવામાં આવી હતી. બીજી તરફ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા 13 એપ્રિલને રવિવારના રોજ યોજાશે.
પીએમ મોદીની નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી
પીએમ નરેન્દ્ર મોદીએ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ, જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેમને સન્માનિત કરવામાં આવી હતી. મહિલા દિવસ નિમિત્તે આજે 8 માર્ચના રોજ વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3000 મહિલા પોલીસ કર્મચારીએ સંભાળી હતી.
બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા 13 એપ્રિલે લેવાશે
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા 13 એપ્રિલને રવિવારના રોજ યોજાશે. પેપર-1 (3 કલાક) અને પેપર-2(3 કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોવી.
રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ પૂર્ણ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓેને સંબોધિત કર્યા હતા. રાહુલે પોતાના સંબોધનમાં કોંગ્રેસમાં રહી ભાજપ માટે કામ કરતા નેતા અને કાર્યકર્તાઓને કાઢી મુકવાની વાત કરી હતી. રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી પરત ફર્યા છે.
ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે
પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બાદ અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ સોમનાથ, જૂનાગઢ અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને એલર્ટ
રાજ્યમાં માર્ચ મહિનો વધુ કપરો બનવાનો છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ કચ્છ અને રાજકોટમાં હિટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ તેમજ ભેજયુક્ત રહેવાની શક્યતા છે. બે દિવસ બાદ કચ્છ, બનાસકાંઠા, રોજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ રહેશે.
સુરતના અમરોલીમાં પરિવારની સામુહિક આત્મહત્યા
સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. સુરતના અમરોલીમાં માતા-પિતાએ 30 વર્ષના પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં આર્થિક સંકડામણ અને લેણદારો હેરાન કરતાં હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us