Gujarat Top Headline News: ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર, સુરતમાં પતંગ કાઢવા જતાં 13 વર્ષીય કિશોરનું મોત, લેટરકાંડમાં પરેશ ધાનાણીનાં ધરણાં

Gujarat Top Headlines 9 january Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે. આ કારણે રાજ્ય સરકાર બાળકો માટે ગાઇડલાઇન લાવશે

Gujarat Top Headlines 9 january Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે. આ કારણે રાજ્ય સરકાર બાળકો માટે ગાઇડલાઇન લાવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે. આ કારણે રાજ્ય સરકાર બાળકો માટે ગાઇડલાઇન લાવશે. બીજી તરફ સુરતમાં પતંગ કાઢવા જતાં 13 વર્ષીય કિશોરનું મોત થયું છે. આ સિવાય અન્ય ગુજરાતના મહત્વના સમાચારો અહીં વાચો.

Advertisment

બાળકો માટે રાજ્ય સરકાર લાવશે ગાઇડલાઇન

સમગ્ર દેશમાં બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી કઈ રીતે દૂર રાખી શકીએ એ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી. આ મુદ્દે દેશમાં સૌ પહેલા ગુજરાત સરકાર ટીચર-પેરેન્ટ્સ-બાળકો માટે ગાઇડલાઇન લાવશે.

લેટરકાંડમાં પરેશ ધાનાણીનાં ધરણાં

અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણી આજથી 24 કલાક માટે 'નારી સ્વાભિમાન આંદોલન' પર બેઠા છે. ધરણાંમાં પાટીદાર યુવતીને ન્યાય અપાવવાની માગ કરાઈ રહી છે. આ ધરણાંમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો સાથે અન્ય કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે.

આ પણ વાંચો - ફોરેસ્ટ ગાર્ડની હિંમતને દાદ! રેલ્વે ટ્રેક પર આવી ચઢેલા સિંહને લાકડી બતાવી ભગાડયો, જુઓ વીડિયો

Advertisment

સુરતમાં પતંગ કાઢવા જતાં 13 વર્ષીય કિશોરનું મોત

ઉત્તરાયણના પર્વને હવે થોડા દિવસોની વાર છે. આ દરમિયાન એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં વીજળીની હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતાં દાઝી જતાં એક 13 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું. સચિનમાં કિશોર હાઈટેન્શન વીજલાઈનમાંથી પતંગ કાઢવા જતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યાર બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

ગુજરાતમાં જોરદાર ઠંડી

ઉત્તરના બર્ફીલા પવનો સક્રિય થવાના કારણે ગુજરાતમાં કડકડકતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છ સહિત ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જોરદાર ઠંડી અનુભવાઇ રહી છે. ભુજના નલિયામાં તો તાપમાનનો પારો માત્ર 3 ડિગ્રી પર પહોંચી ગયો છે.

ગુજરાતી ન્યૂઝ Surat અમદાવાદ ગુજરાત