ગુજરાત ટુરિઝમ : ઉનાળા વેકેશનમાં 1.35 કરોડ લોકોએ ગુજરાતના પ્રવાસન સ્થળોની લીધી મુલાકાત, જુઓ કયું સ્થળ હોટ ફેવરિટ?

Gujarat Tourism : ગુજરાતના પ્રવાસન સ્થળોનું આકર્ષણ દેશ-વિદેશમાં ધીમે ધીમે વધી રહ્યું છે, આ વર્ષે ઉનાળા વેકેશન 2024 માં, 2023 ની સરખામણીએ 17 ટકા વધારે પ્રવાસીઓએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી.

Written by Kiran Mehta
July 03, 2024 18:45 IST
ગુજરાત ટુરિઝમ : ઉનાળા વેકેશનમાં 1.35 કરોડ લોકોએ ગુજરાતના પ્રવાસન સ્થળોની લીધી મુલાકાત, જુઓ કયું સ્થળ હોટ ફેવરિટ?
ગુજરાતના ટોપ 10 પ્રવાસન સ્થળ (ફોટો - ગુજરાત ટુરિઝમ)

Gujarat Tourism : ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે પ્રગતીના પંથે જોવા મળી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 17 ટકા જેટલા પ્રવાસીઓમાં વધારો જોવા મળ્યો છે. 2024 ના આંકડા અનુસાર, 1.35 કરોડ સહેલાણીઓએ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની આ વર્ષે મુલાકાત લીધી છે. આ રીતે દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ જોવા મળ્યું છે. આ સાથે સરકાર પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓને સારી સુવિધાઓ મળી રહે તે માટે માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં લાગેલી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીમાં, રાજ્યના 12 પ્રવાસન સ્થળો અને યાત્રાધામની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વર્ષ 2023 માં, એપ્રિલ અને મે મહિનાના સમયમાં 1.14 કરોડ પ્રવાસીઓએ આ સ્થળોની મુલાકાત લીધી હતી, જેની સરખામણી કરીએ તો, આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 17 ટકાનો વધારો નોંધાયો છે.

ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ

સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU), અટલ બ્રિજ, રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, વડનગર, ગીર અને દેવળીયા સફારી તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.

કયા પ્રવાસન સ્થળ પર કેટલા લોકોએ મુલાકાત લીધી?

Gujarat Tourist Place

અમદાવાદ પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટીનેશન રહ્યું

ગુજરાત પ્રવાસમાં ‘ખુશ્બુ ગુજરાત કી’ માણવા આવતા પ્રવાસીઓમાં હેરિટેજ શહેર અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ 2023-24 માં પ્રવાસીઓની સંખ્યાની બાબતે અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ અને જિલ્લો રહ્યો છે.

ગુજરાત ટોપ 10 પ્રવાસન સ્થળ અને જિલ્લા

Gujarat Top 10 Tourist Place

આ મામલે સરકારી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. ગુજરાત આવતા પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે પ્રવાસન પ્રભાગ માટે વર્ષ 2024-25ના બજેટમાં ₹ 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.

G-20 બેઠકો બાદ રાજ્યના પ્રવાસન આકર્ષણો દુનિયાભરમાં પહોંચ્યા

તાજેતરમાં, ભારતની યજમાનીમાં આયોજિત થયેલી G-20 બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ G-20 બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-20 દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો. G-20 પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ