ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો: ગેમ્બિયન રાજદ્વારીઓએ GU ની લીધી મુલાકાત, 'સંતુષ્ટ થઈ પાછા ફર્યા'

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બાદ પોલીસ કાર્યવાહી સહિતની કામગીરી બાદ ગામ્બિયા રાજદ્વારીઓ સમીક્ષા માટે ICCR અને GU મુલાકાતે આવ્યા, માહિતી સાથે સંતુષ્ટ થઈ પાછા ફર્યા

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બાદ પોલીસ કાર્યવાહી સહિતની કામગીરી બાદ ગામ્બિયા રાજદ્વારીઓ સમીક્ષા માટે ICCR અને GU મુલાકાતે આવ્યા, માહિતી સાથે સંતુષ્ટ થઈ પાછા ફર્યા

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat University Attack Issue update

ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થી હુમલાની ઘટના પર અપડેટ (ફાઈલ ફોટો)

રિતુ શર્મા | Gujarat University Attack on foreign students: છાત્રાલયમાં નમાઝ અદા કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા બાદ દિલ્હીમાં ગેમ્બિયા હાઈ કમિશનના બે વરિષ્ઠ રાજદ્વારીઓએ મંગળવારે અમદાવાદમાં ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) અને ગુજરાત યુનિવર્સિટી (GU)ની મુલાકાત લીધી હતી.

Advertisment

ICCR ગુજરાતના પ્રભારી સુરેન્દ્ર કુમારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને પુષ્ટિ આપી હતી કે, અન્ય દેશોના દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓએ પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે અમદાવાદમાં ICCR ઓફિસનો સંપર્ક કર્યો હતો.

'વિદેશી પ્રતિનિધિમંડળ સમીક્ષા માહિતી સાથે સંતુષ્ટ થઈ પાછા ફર્યા'

સુરેન્દ્ર કુમારે વધુમાં ઉમેર્યું કે, “મિશનના ડેપ્યુટી ચીફ અને ફર્સ્ટ સેક્રેટરી (ગેમ્બિયા હાઈ કમિશનના) આજે અમને મળ્યા અને ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી. તેઓ ખૂબ જ સંતુષ્ટ થઈ પાછા ફર્યા." તો "શ્રીલંકા અને બોત્સ્વાના સાથે મૌખિક સંચાર સ્થાપિત કરવામાં આવ્યો છે. તેઓએ તેમની સાથે શેર કરેલી માહિતી પર સંતોષ વ્યક્ત કર્યો છે.”

ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેમ્બિયન પ્રતિનિધિમંડળની સાથે દેશના બે વિદ્યાર્થીઓ હતા - એક GU અને અન્ય વડોદરા સ્થિત MSU બરોડામાં નોંધાયેલ વિદ્યાર્થી હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, GU દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક કાર્યક્રમોમાં ગામ્બિયાના 25,000 થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.

Advertisment

આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટી હિંસા નું કારણ માત્ર નમાઝ નથી, વિદેશી વિદ્યાર્થીઓને સંવેદનશિલ બનાવવાની જરૂરત’: નીરજા ગુપ્તા

ગુજરાત યુનિવર્સિટી પાસે ICCR શિષ્યવૃત્તિ હેઠળ લગભગ 300 વિદેશી વિદ્યાર્થીઓ છે, જ્યારે રાજ્યમાં લગભગ 1,100 છે. વધુમાં, ICCR ગુજરાતે રાષ્ટ્રીય રાજધાનીમાં અફઘાન વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ સાથેની બેઠક પહેલાં માંગવામાં આવેલ રિપોર્ટ તેના દિલ્હી મુખ્યાલયને સુપરત કર્યો છે.

શું હતી ઘટના?

ઉલ્લેખનીય છે કે, શનિવારની રાત્રે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ મામલો વિદેશી વિદ્યાર્થીઓનો હોવાથી યુનિવર્સિટી તંત્રએ પણ ગંભીરતાથી મામલો હાથ પર લીધો અને વિદેશી વિદ્યાર્થીઓ માટે અનેક મહત્વના નિર્ણય લીધા.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત