Gujarat Unseasonal Rain | ગુજરાત કમોસમી વરસાદ અપડેટ : વીજળી પડવાથી મૃત્યુઆંક વધીને 24 થયો

Gujarat Unseasonal Rain Lightning Deaths 24 : ગુજરાતમાં કમોસમી વરસાદના પગલે વીજળી પડવાથી મૃત્યુઆંક વધી 24 નો જણાવવામાં આવી રહ્યો છે, બીજી બાજુ ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું છે, લગ્નની સિઝનમાં વરસાદથી અનેક પાર્ટી પ્લોટ અને પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

Gujarat Unseasonal Rain Lightning Deaths 24 : ગુજરાતમાં કમોસમી વરસાદના પગલે વીજળી પડવાથી મૃત્યુઆંક વધી 24 નો જણાવવામાં આવી રહ્યો છે, બીજી બાજુ ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું છે, લગ્નની સિઝનમાં વરસાદથી અનેક પાર્ટી પ્લોટ અને પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Unseasonal Rain | Lightning Deaths

ગુજરાતમાં કમોસમી વરસાદમાં વીજળી પડવાથી મૃત્યુઆંક 24 પહોંચ્યો

Gujarat Unseasonal Rain Lightning Deaths : ગુજરાતના 251 તાલુકાઓમાંથી 230 થી વધુ તાલુકાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યાના એક દિવસ પછી, સોમવારે રાજ્યભરમાં વીજળી પડવાને કારણે મૃત્યુઆંક વધીને 24 પર પહોંચી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 23 લોકો ઘાયલ થયા છે અને 29 ઘરોને નુકસાન થયું છે.

Advertisment

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાળવવામાં આવેલા ડેટા મુજબ, સોમવારે બપોર સુધીમાં, ગુજરાતમાં વીજળી પડવાને કારણે 71 પ્રાણીઓના પણ મૃત્યુ થયા હતા.

દાહોદના આદિવાસી જિલ્લામાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા, જ્યાં વીજળી પડવાથી ચાર લોકોના મોત થયા હતા. બનાસકાંઠા અને ભરૂચમાં ત્રણ અને તાપીમાં બે મોત થયા છે.

અમરેલી, સુરેન્દ્રનગર, મહેસાણા, બોટાદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, અમદાવાદ, સુરત, દેવભૂમિ દ્વારકા, આણંદ અને પાટણમાં એક-એક મૃત્યુ નોંધાયા છે.

Advertisment

સોમવારે દક્ષિણના જિલ્લા તાપી, નવસારી, ડાંગ, સુરત, વલસાડ અને છોટા ઉદેપુર સહિત ઉત્તરના બનાસકાંઠા અને સાબરકાંઠાના 24 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો - Gujarat Hardlook: દારૂ પીવાથી શરૂ, ડ્રગ્સના દુરૂપયોગ તરફ ઈશારો કરે છે, યુવાધન ડ્રગ્સની જકડમાં આવી રહ્યું?

સોમવારે બપોરે 12 વાગ્યા સુધી તાપીના કુકરમુંડામાં સૌથી વધુ 36 મીમી જ્યારે નવસારી જિલ્લામાં 20 મીમી અને ચીખલીમાં 17 મીમી વરસાદ નોંધાયો હતો.

વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ અકસ્માત ગુજરાત