Gujarat Unseasonal Rain: ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, ભારે પવન, કડાકા ભડાકા સાથે વરસાદ, સૌરાષ્ટ્રમાં કરા પડ્યા

Gujarat Unseasonal rain, Weather updates : શિયાળામં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઠેકઠેકાણે કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પણ પડવા લાગ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા પડ્યાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

Gujarat Unseasonal rain, Weather updates : શિયાળામં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઠેકઠેકાણે કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પણ પડવા લાગ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા પડ્યાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain | Gujarat Weather | winter weather | IMD forecast

ગુજરાત વરસાદ

Gujarat Weather Change rain : ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં શિયાળામં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઠેકઠેકાણે કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પણ પડવા લાગ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા પડ્યાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરમાં સવારથી જ આકાશમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાના ચાલુ થયાં છે.

Advertisment

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ દિવસોમાં ભારે વરસાદ પડશે. જેની શરુઆત આજે વહેલી સવારથી જ થઈ ગઈ છે. બીજી તરફ લગ્નવાળા ઘરોમાં યજમાનોના જીવ અદ્ધર થઈ ગયા છે. લગ્ન પ્રસંગોમાં વરસાદથી નુકસાન અને પ્રસંગ બગડવાની ભીતીથી લોકોમાં ચિંતા વ્યાપી છે.

વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા

અમદાવાદમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ઠંડા પવનો પણ ફૂંકાવાની શરુ થયું છે. સાથે જ વરસાદ પડવાનો પણ શરુ થયો છે. સવારમાં વરસાદી માહોલ જામતા શિયાળામાં ચોમાસા જેવો અહેસાસ થવા લાગ્યો છે. કમોસમી વરસાદના પગલે લોકોમાં સરદી, ઉધરસ, તાવ અને વાયરલ બીમારીઓ પણ વધવા લાગી છે.

જીરું, કપાસ સહિતના પાકને નુકસાન થવાનો ડર

શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલટો આવતા કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રભરના જુનાગઢ, કચ્છ, ગીર - સોમનાથ, ઉના, ગોડલ, જેતપુર સહિતના અનેક એરિયાઓમાં માવઠું થયું છે. ગાજવીજ સાથે માવઠું થતાં ચણા, જુરું અને કપાસ સહિતના પાકને નુકાસ થવાનો ડર છે. કમોસમી વરસાદ થાય તો પાકમાં રોગ આવે તેમજ નાશ થવા તેવો ડર છે. હાલ મોટાભાગના ખેડૂતોએ ઘઉં, જુરું, મગ સહિતના પાકોનું વાવેતર કરી દેવાનું આવ્યું છે. ત્યારબાદ વરસાદી શરુઆત થતાં ખેડૂતો પણ મુંઝવણમાં મુકાયા છે.

Advertisment

વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું

દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. તો રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ પાટણ અને કચ્છ જિલ્લામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું થયું હતું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનાં નાજુપુરા કમાલપુર સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ભુજ-નખત્રાણા તાલુકામાં મધ્ય રાત્રિથી વહેલી પરોઢે વરસાદી ઝાંપટા વરસ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું થયું છે. વહેલી સવારે 3 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદી ઝાપટા વરસ્યા છે. બીજી બાજુ કમોસમી વરસાદના પગલે અનેક જગ્યાએ વીજપુરવઠો પણ ખોરવાયો હતો.
અમદાવાદમાં 1 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં 1 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે

હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીના પવનો ભેગા થવાથી 26થી 27 નવેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે, જે ખાસ કરીને 26મીએ બપોર પછી અમદાવાદમાં 1 ઈંચ જેટલો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં 3થી 5 ઈંચ વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે. ખાસ કરીને ખેડાથી માંડીને વલસાડ સુધીના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, રાજપીપળા, ડાંગ 3થી 5 ઈંચ વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે.

ચોમાસું બ્રેકિંગ ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત