ગુજરાતમાં ઉત્તરાયણની બે દિવસની મજા બની 17 લોકો માટે મોતની 'સજા', 5400થી વધુ પક્ષીઓ ઘાયલ

Gujarat makar Sankranti death case : ગુજરાતમાં બે દિવસમાં પતંગની દોરીના કારણે 17 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ પતંગની દોરીથી 5400થી વધારે પક્ષીઓ ઘાયલ થયા હતા જેમાં 9 ટકા જેટલા પક્ષીઓના મોત થયા છે.

Gujarat makar Sankranti death case : ગુજરાતમાં બે દિવસમાં પતંગની દોરીના કારણે 17 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ પતંગની દોરીથી 5400થી વધારે પક્ષીઓ ઘાયલ થયા હતા જેમાં 9 ટકા જેટલા પક્ષીઓના મોત થયા છે.

author-image
Ankit Patel
New Update
Uttarayan death case

ગુજરાતમાં પતંગની દોરીથી અનેક લોકોના મોત Photograph: (Instagram)

Gujarat Uttarayan death toll: ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસનો તહેવાર ધામધૂમથી સંપન્ન થયો છે. જોકે, આ બે દિવસમાં અનેક પરિવારો માટે આફત સામાન નીવડ્યા હતા. ગુજરાતમાં ઉત્તરાયણની બે દિવસની લોકોની મજા 17 લોકો માટે મોતની સજા બની છે. બે દિવસમાં પતંગની દોરીના કારણે 17 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ પતંગની દોરીથી 5400થી વધારે પક્ષીઓ ઘાયલ થયા હતા જેમાં 9 ટકા જેટલા પક્ષીઓના મોત થયા છે.

Advertisment

સુરતમાં 8 વર્ષના બાળકનો કાતિલ દોરીએ જીવ લીધો

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતંગની કાતિલ દોરીએ એક 8 વર્ષના નિર્દોષ બાળકનો જીવ લેતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હચમચાવી ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

ઉત્તરાયણ પર્વના 48 કલાકમાં ગુજરાતમાં ઈમરજન્સી કેસમાં હજાર ટકાનો વધારો

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત આખા રાજ્યમાં 48 કલાકમાં ઈમરજન્સી કેસના આંકડામાં 1 હજાર ટકાનો વધારો નોંધાયો હતો.  બે દિવસ દરમિયાન ઉત્તરાયણ સંબંધિત અકસ્માતો અને ઈજાઓના કુલ 116 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, જેમાંથી સ્ટ્રિંગ ઇજાઓ (પતંગની દોરીથી)ના કુલ 235 કેસ નોંધાયા હતા. ધાબેથી નીચે પડવાના 24 કેસ નોંધાયા હતા તો રોડ એક્સિડન્ટના 50 જેટલા કેસ નોંધાયા હતા.

બે દિવસમાં 5439 પક્ષીઓ પતંગની કાતિલ દોરીથી ઘાયલ

મળતા આંકડા પ્રમાણે ઉત્તરાયણના બે દિવસમાં ગુજરાતમાં 5439 પક્ષીઓ પતંગની કાતિલ દોરીથી ઘાયલ થયા હતા. જેમાંથી 4937એટલે કે 91 ટકા પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કરૂણા અભિયાન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા 9 વર્ષમાં 1.03 લાખ પશુ-પક્ષીને રેસ્ક્યુ કરાયા છે, જેમાંથી 1.03 લાખને યોગ્ય સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા છે. 

Advertisment

હેલ્પ લાઈન ‘1962' દ્વારા જારી માહિતી અનુસાર ગત વર્ષની સરખામણીએ પશુ સંબધિત ઈમર્જન્સીના કેસમાં 25 ટકાનો ઘટાડો જ્યારે પક્ષી સંબધિત ઈમર્જન્સીના કેસમાં સામાન્ય દિવસ કરતાં 1669 ટકાનો વધારો થયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો ઈમર્જન્સી કેસમાં અમદાવાદમાં 85 ટકા, અરવલ્લીમાં 103 ટકા, સુરતમાં 75 ટકા, જામનગરમાં 54 ટકા જેટલો વધારો નોંધાયો છે. 

ઈમરજન્સીના આંકડા પર એક નજર

આ અંગે 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગયા વર્ષે ઉત્તરાયણના મેડિકલ ઈમરજન્સીની કુલ 4479 ઘટના નોંધાઇ હતી. જેની સરખામણીએ આ વખતે આ આંકમાં પણ વધારો જોવા મળ્યો છે. આ વખતે દોરી વાગવા, મારા-મારીથી ઈજાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. 

182 લોકોને દોરી વાગવાથી ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજી તરફ મારા-મારીથી ઈજાના કેસ સામાન્યદિવસોમાં 140 કેસ નોંધાતા હોય છે, જેની સરખામણીએ ઉત્તરાયણમાં વધીને 538 થઈ ગયા હતા. 

કયા શહેરમાં કેટલા કેશ

અમદાવાદમાં સામાન્ય દિવસોમાં સરેરાશ 32ની સામે ઉત્તરાયણના 150 લોકો મારા મારીમાં ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દોરી વાગવાથી ઈજાના સૌથી વધુ 67 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. સુરતમાં 25, વડોદરામાં 14 લોકોને દોરી વાગ્યાના કેસ નોંધાયા છે. આ સિવાય ઊંચાઇથી પડવાના કેસમાં 92 ટકાનો વધારો થયો છે. 

અમદાવાદમાં પંચવટી વિસ્તારમાં ધાબા પર પાર્ટી કરત 16 લોકો ઝડપાયા

વાસી ઉત્તરાયણની સમી સાંજે અમદાવાદમાં પંચવટી વિસ્તારમાં એક ફ્લેટના ધાબા ઉપર દારુ પાર્ટી ઉપર પોલીસ ત્રાટકી હતી.યુનિવર્સિટી પોલીસે દરોડો પાડયો ત્યારે હાજર 30 લોકોમાંથી 12 યુવક અને ચાર યુવતી નશો કરેલી હાલતમાં હોવાનું જણાતાં મેડિકલ ટેસ્ટની કાર્યવાહી કરાઈ છે.

આ પણ વાંચોઃ-  સુરતમાં જીવલેણ "દોરી" એ બે લોકોનો જીવ લીધો; પિતા-પુત્રી 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડ્યા

મળતી માહિતી પ્રમાણે ઈન્ફ્લુએન્સર તરીકે કાર્યરત કુશલ શાહ નામના વ્યક્તિએ ગેટ-ટુ-ગેધરના નામે ડી.જે. મ્યુઝિક અને ડાન્સ સાથે પાર્ટી યોજી હતી તેની ધમાલથી કોઈએ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો.

મકર સંક્રાંતિ ગુજરાત