Vadodara Flood : જાતે બનાવી બોટ, લોકોના પણ બચાવ્યા જીવ… પૂર વચ્ચે ગુજરાતમાં જોવા મળી રસપ્રદ સંઘર્ષની કહાની

Gujarat Vadodara flood Struggle Story : ગુજરાતમાં અતિભારે વરસાદ વચ્ચે વડોદરા માં પૂર થી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. કોઈએ ઘર, તો કોઈએ પશુધન તો કોઈએ રોજગાર ગુમાવ્યો. તો જોઈએ લોકોના સંઘર્ષની કહાની.

Written by Kiran Mehta
August 30, 2024 15:19 IST
Vadodara Flood : જાતે બનાવી બોટ, લોકોના પણ બચાવ્યા જીવ… પૂર વચ્ચે ગુજરાતમાં જોવા મળી રસપ્રદ સંઘર્ષની કહાની
વડોદરા પૂર સંઘર્ષ કહાની

Gujarat Vadodara Flood : ગુજરાત ભારે થી અતિભારે વરસાદના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે, પાણીનું સ્તર વધવાને કારણે ઘણા ગામો પ્રભાવિત થયા છે અને બચાવકાર્ય મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. હાલ ગુજરાતના અનેક જિલ્લા અને ગામડાઓ રેડ એલર્ટ હેઠળ છે, અહીં વરસાદ ક્યારે બંધ થશે તેની આગાહી કરવી મુશ્કેલ બની રહી છે. જોકે વડોદરામાં વરસાદનું જોર ઘટ્યું છે, હવે ત્યાં વરસાદ હળવો થતો જોવા મળી રહ્યો છે, પરંતુ તે ઘટતા વરસાદે તબાહીના ચિત્રો બતાવવાનું શરૂ કર્યું છે.

ગુજરાતમાં પૂર : વડોદરા પૂરમાં શું થયું?

વડોદરાનું દેના ગામ પૂરની ઝપેટમાં છે. ત્યાં ઘણા લોકોએ તેમની આજીવિકા ગુમાવી દીધી છે, કોઈની તમામ ગાયો મૃત્યુ પામી છે, તો કેટલાકને તેમના ઘર છોડવાની ફરજ પડી છે અને કેટલાકના ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. સોમવારે બનેલી એક દુર્ઘટનાએ આ ગામનું ચિત્ર બદલી નાખ્યું છે.

તે કાળી અશુભ રાતને યાદ કરીને તકલીફમાં ઉભેલા 33 વર્ષીય યુવક કહે છે – કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી, અમને પ્રશાસન તરફથી કોઈ માહિતી મળી ન હતી. રાત્રે અચાનક આફત આવી પડી, સવારે 3 વાગ્યાની આસપાસ અમને ખબર પડી કે, ઘરમાં પાણી ઘૂસી રહ્યું છે. અમે અમારી જરૂરી ચીજવસ્તુઓ બચાવી શક્યા ત્યાં સુધીમાં ઘૂંટણ જેટલું પાણી ભરાઈ ગયું હતું. અમે બધું ભેગું કર્યું, બાળકોને ઉપાડ્યા અને ત્યાંથી ભાગ્યા. પરંતુ તે પછી પાણી બંધ ન થયું. તેણે તેના બે દિવસ તેમની ટ્રકની ટોચ પર બેસી વિતાવ્યા.

ગુજરાત વરસાદ: બાળકોને બચાવીએ કે પશુધનને – ધર્મસંકટમાં લોકો

દેનાથી દૂર બીજું ગામ છે – કોટાલી. ત્યાં પણ પૂરનો ભારે પ્રકોપ જોવા મળ્યો છે. મોટી વાત એ છે કે, જે રાત્રે ગામમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો તે જ રાત્રે ગામે તેનો સૌથી મુશ્કેલ સમય બતાવ્યો હતો. 27 વર્ષનો રાહુલ હજુ પણ ડરે છે, તે એ રાતને યાદ કરીને ડરી જાય છે. જ્યારે વધુ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, અમે હમણાં જ અમારા ઉપવાસ પુરો કર્યો હતો. પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે, તત્કાલીક અમારે નિર્ણય લેવો પડ્યો – બાળકોને બચાવો કે અમારા બાળકો જેવા પ્રાણીઓને બચાવવા. બીજા કોઈએ આવી મૂંઝવણનો સામનો ક્યારે ન કરવામાં આવે તેવી પ્રાર્થના.

ગુજરાતમાં વરસાદઃ કેટલાકે ઘર ગુમાવ્યા, કેટલાક બેરોજગાર બન્યા

હાલમાં વડોદરાથી 11 કિલોમીટરના અંતરે આવેલા વધુ બે ગામોની હાલત કફોડી બની છે. લોકોની પીડા અને વેદના જોઈને મને દુઃખ થાય છે. કેટલાક આ પૂરમાં તેમની કાર ગુમાવી ચૂક્યા છે, જ્યારે કેટલાક તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. એવું બન્યું છે કે, નિરાશ ચહેરાઓ જ્યાં ત્યાં મદદ માટે આજીજી કરી રહ્યા છે. યાસીન ખાન હજુ પણ તેના દુઃખમાંથી બહાર આવ્યા નથી. આ પૂરમાં તેમની 12 બકરીઓ તણાઈ ગઈ, તેમનું ટ્રેક્ટર જે એક મહિના પહેલા જ ખરીદ્યું હતું તે પણ ધોવાઈ ગયું અને વાહન પણ હવે તેમની પાસે નથી. તેમનું જીવન અચાનક સ્થગિત થઈ ગયું છે, તે આશાના નવા કિરણની રાહ જોઈ રહ્યા છે.

ગુજરાત : પડકાર વચ્ચે સંઘર્ષનું ઉદાહરણ

હવે આ પડકારો વચ્ચે દેના ગામ પણ હિંમત બતાવી રહ્યું છે. તે પોતાના લોકોને ટેકો આપવા માટે કામ કરી રહ્યા છે. રેસ્ક્યુ ટીમ પોતાના કામમાં વ્યસ્ત છે, ત્યારે ગામલોકો જાતે જ તરાપો બનાવીને લોકોને દૂરના વિસ્તારોમાંથી સુરક્ષિત બહાર કાઢી રહ્યા છે. આ બધું એટલા માટે કરવું પડ્યું કારણ કે, વડોદરાએ છેલ્લા 70 વર્ષમાં આવું પૂર જોયું નથી.

આ પણ વાંચો – Cyclone In Gujarat : પૂર પછી હવે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, 1964 પછી ઓગસ્ટમાં પ્રથમ વખત અરબી સમુદ્રમાં ચક્રવાત

દરેક વૃદ્ધ વ્યક્તિ તેની જૂની આંખોથી તે જૂના વર્ષની યાદો પાછી મેળવ રહ્યો છે જ્યારે ખરેખર આવો વિનાશ જોવા મળી હતી. હાલ તો વડોદરામાં સ્થિતિ સુધરી રહી છે, પાણી ઓછું થયું છે અને લોકો સુધી રાશન પહોંચવાનું શરૂ થઈ ગયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ