ગુજરાત વરસાદ, આજનું હવામાન : 24 કલાકમાં રાજ્યમાં 89 તાલુકામાં વરસાદ, આજે અહીં ભારે વરસાદ પડવાની આગાહી

Gujarat Summer weather update, આજનું હવામાન : આજે ગુરુવારે વહેલી સવારે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદ સહિત રાજ્યના ગરમીમાં આંશિક ઘટાડો થયો છે.

Gujarat Summer weather update, આજનું હવામાન : આજે ગુરુવારે વહેલી સવારે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદ સહિત રાજ્યના ગરમીમાં આંશિક ઘટાડો થયો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat weather updates rain forecast

ગુજરાત વરસાદ, આજનું હવામાન - photo- IMD

Gujarat Weather, આજનું હવામાન, ગુજરાત વેધર ન્યૂઝ, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ઉનાળો એકદમ અંત તરફ આવી ગયો છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં ચોમાસું પણ બેસી ગયું છે. મુંબઈમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. સાથે સાથે રાજ્યમાં પણ વરસાદ પડવાનું શરું થયું છે. આજે ગુરુવારે વહેલી સવારે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદ સહિત રાજ્યના ગરમીમાં આંશિક ઘટાડો થયો છે.

Advertisment

અમદાવાદમાં વહેલી સવારે વરસાદ

અમદાવાદમાં આજે ગુરુવારે વહેલી સવારે વરસાદ પડ્યો હતો. શહેરના મોટા ભાગમાં સારો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પૂર્વ અને પશ્વિમ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પશ્વિમ વિસ્તારોની વાત કરીએ તો એસજી હાઈવે, વસ્ત્રાપુર, ગોતા, સોલા, ઘાટલોડિયા, બોપલ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

24 કલાકમાં રાજ્યમાં 89 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 28 મે 2025, સવારે 6 વાગ્યાથી લઈને 29 મે 2025 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મોડાસામાં 2.36 ઈંચ નોંધાયો હતો. પાટણના સિદ્ધપુરમાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 19 તાલુકામાં 1 ઈંચથી લઈને 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે 29 મે 2025, ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આજે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા સેવી છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ39.0 29.1
ડીસા39.1 29.4
ગાંધીનગર38.4 29.0
વિદ્યાનગર37.3 28.2
વડોદરા36.6 28.8
સુરત33.6 28.0
વલસાડ
દમણ33.6 26.0
ભૂજ38.600
નલિયા35.2 28.8
કંડલા પોર્ટ35.7 29.4
કંડલા એરપોર્ટ41.2 29.4
અમરેલી33.3 26.4
ભાવનગર40.4 29.0
દ્વારકા33.4 29.4
ઓખા35.2 30.0
પોરબંદર35.2 28.5
રાજકોટ40.7 27.3
વેરાવળ33.0 29.1
દીવ33.7 28.5
સુરેન્દ્રનગર39.3 29.0
મહુવા33.8 27.5
કેશોદ35.1 28.5

આ પણ વાંચોઃ-ભક્તો અઠવાડિયામાં છ દિવસ સોમનાથના દર્શન કરી શકશે, નવી વંદે ભારત આપશે સાથ; જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાતમાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં 33 ડિગ્રીથી લઈને 41.2 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું છે. 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે વેરાવળમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 39 મહત્તમ તાપમાન નોંધાયું હતું.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત