Gujarat Weather, આજનું હવામાન, ગુજરાત વેધર ન્યૂઝ, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ઉનાળો હવે પુરો થવા આવ્યો છે. અત્યારે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો પણ થયો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચેલું છે. જોકે, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું છે. ચોમાસાના આગમન પહેલા હવામાન વિભાગે આજે શુક્રવારે પણ વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ, સૌથી વધારે ડાંગમાં નોંધાયો
સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા આપ્યા છે. જે પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના આહવામાં 0.94 ઈંચ નોંધાયો હતો. જ્યારે આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા દરમિયાન માત્ર નવસારીમાં જ સામાન્ય વરસાદ નોંધાયો હતો.
આજે ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે થશે વરસાદ : IMD
હવામાન વિભાગે આજે શુક્રવારની આગાહી કરી છે. જે પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ 40-50 કિમી ગતિ સાથે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે.
હવામાન વિભાગ પ્રમાણે આજે શુક્રવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અરવલ્લી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 36.9 23.2 ડીસા 35.8 25.4 ગાંધીનગર 36.6 24.5 વિદ્યાનગર 36.1 26.8 વડોદરા 34.6 23.4 સુરત 33.8 25.9 વલસાડ – – દમણ 34.4 26.6 ભૂજ 38.6 28.6 નલિયા 36.2 28.2 કંડલા પોર્ટ 37.0 29.1 કંડલા એરપોર્ટ 40.0 28.9 અમરેલી 38.7 26.8 ભાવનગર 39.5 25.2 દ્વારકા 32.4 29.0 ઓખા 33.9 29.7 પોરબંદર 35.2 27.5 રાજકોટ 41.0 27.4 વેરાવળ 33.3 29.1 દીવ 33.5 28.4 સુરેન્દ્રનગર 40.9 26.5 મહુવા 33.2 27.6 કેશોદ 35.7 27.5
આ પણ વાંચોઃ- ભક્તો અઠવાડિયામાં છ દિવસ સોમનાથના દર્શન કરી શકશે, નવી વંદે ભારત આપશે સાથ; જાણો સંપૂર્ણ માહિતી
41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 32.4 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને 36.9 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.





