Vav Election: વાવ વિધાનસભા પેટા ચૂંટણી ત્રિપાંખિયો જંગ, બળવાખોર માવજી પટેલ સહિત 5 નેતા ભાજપ માંથી સસ્પેન્ડ

Vav Vidhan Sabha By Election: વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થવાનું છે. ભાજપ નેતા માવજી પટેલે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આથી નારાજ ભાજપે માવજી પટેલ સહિત 5 નેતાને પ્રાથમિક પદેથી સસ્પેન્ડ કર્યા છે.

Written by Ajay Saroya
November 11, 2024 11:36 IST
Vav Election: વાવ વિધાનસભા પેટા ચૂંટણી ત્રિપાંખિયો જંગ, બળવાખોર માવજી પટેલ સહિત 5 નેતા ભાજપ માંથી સસ્પેન્ડ
Gujarat Vav Vidhan Sabha Peta Chutani: વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર નેતા અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

Vav Vidhan Sabha By Election: ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભાજપ નેતા માવજી પટેલ સહિત 5 નેતાને ભાજપે પ્રાથમિક પદેથી સસ્પેન્ડ કર્યા છે. વાવની પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત રસાકસી ચાલી રહી છે ત્યારે માવજી પટેલે ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે. પોતાના જ પક્ષ સામે બળવો કરનાર નેતાઓ સામે ભાજપ કડક વલણ અપનાવી રહી છે.

Vav Election Mavji Patel Suspend From BJP : માવજી પટેલ સહિત 5 નેતા ભાજપે સસ્પેન્ડ કર્યા

ભાજપે માવજી પટેલ સહિત 5 નેતાને પ્રાથમિક પદેથી સસ્પેન્ડ કર્યા છે. જેમા વાવ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર બળવાખોર નેતા માવજી પટેલ,લાલજીભાી ચૌરી, દેવજીભાઈ પટેલ, દલરામભાઈ પટેલ અને જામાભાઈ પટેલનો સમાવેશ થાય છે.

Vav Election Voting Date : વાવ વિધાનસભા બેઠક પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન

ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થવાનું છે. આ વખતે વાવ બેઠક પર ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયા જંગ છે. આજે 11 નવેમ્બરના રોજ ચૂંટણી પ્રચાર બંધ થશે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત અને ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. તો ભાજપ નેતા માવજી પટેલે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

તમને જણાવી દઇયે કે, વાવના ધારાસભ્ય ગની બેન ઠાકરો કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણી 2024 જીતી સાંસદ બન્યા હતા. ગીનબેન ઠાકોર સાંસદ બન્યા બાદ વાવ વિધાનસભા બેઠક ખાલી થતા પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી.

વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું રાજ

વાવ વિધાનસભા બેઠક જીતવી કોંગ્રેસ અને ભાજપ બહુ જરૂરી છે. 1998 થી 2022 દરમિયાન યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 4 વખત કોંગ્રેસ અને 2 વખત ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસ 1998, 2002, 2017 અને 2022માં વાવ વિધાનસભા બેઠક જીતી હતી. તો ભાજપે 2007 અને 2012માં વાવ વિધાનસભા બેઠક જીતી હતી.

વાવ વિધાનસભા બેઠક પર મતોનું સમીકરણ

વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયા રાજકીય જંગ છે. કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી વાવ બેઠક પર કૂલ 310681 મતદાર છે. જેમા ઠાકરો સમાજના મતદારો સૌથી વધારે છે. વાવ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલના 16.3 ટકા, બ્રાહ્મણ સમાજના 9.1 ટકા, રબારી સમાજના 9.1 ટકા મતદારો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ