Gujarat Weather and Rain Forecast : ગુજરાતમાં મોનસૂનનો ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ તમામ તાલુકા-જિલ્લામાં એન્ટ્રી થઈ ચુકી છે, તો ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. બે-ચાર તાલુકામાં વરસાદની ઘટ પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો આજે પણ મેઘરાજાએ નવસારી, વલસાડ અને ડાંગ સહિતના દક્ષિણ જિલ્લામાં મેઘ તાંડવ મચાવ્યું હતું. તો જોઈએ ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બે જિલ્લામાં રેડ એલર્ટ તો આઠ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજે હવામાન વિભાગે બે જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું હતું, જેમાં નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે, તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાગમાં ભારેથી અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલ્ટ આપ્યું હતું
રવિવારે પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રવિવારની આગાહીની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો રાજકોટ, જુનાગઢ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.

સોમવારે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
સોમવારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
મંગળવારે ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
મંગળવાર માટે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ પૂરા રાજ્યમાં જોવા મળી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં અતિભારે તો વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો આ સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

બુધવારે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગે બુધવાર માટે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય અન્ય તમામ જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે.
આજે બે તાલુકામાં 6 ઈંચ તો છ તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
હવામાન વિભાગની રેડ એલર્ટ આગાહી અનુસાર, ત્યારે ગુજરાત સ્ટેટ ઈમરન્સી સેન્ટર દ્વારા આપવામાં આવેલા રાતના 10 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો નવસારી અને વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હોય તેમ ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય વલસાડ શહેરમાં 148 મીમી, નવસારીના ખેરગામમાં 130 મીમી, વલસાડના કપરાડા અને ઉમરગામમાં 114 અને 111 મીમી વરસાદ નોંધાયો હતો. નવસારીના ચીખલીમાં 107 મીમી, તો નવસારીના વાંસદામાં 101 મીમી અને પારડીમાં 100 મીમી વરસાદ નોંધાયો હતો.
ત્રણ તાલુકામાં બે ઈંચથી વધુ તો 11 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો
ત્રણ ઈંચથી વધુ વરસદ વાળા તાલુકાની વાત કરીએ તો, વાપી, ધરમપુર અને વઘઈનો સમાવેશ થાય છે. તો નવસારી, જલાલપોર, ઉચ્છલ, સાઘબારા, ડાંગ, ડોલવાણ, નાંદોદમાં એક ઈંચથી વધુ તો, નિઝર, તિલકવાડા, માંડવી, સોનગઢ, ઝાલોદ, કુકરમુંડામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 20 મીમી, વાલિયામાં 22 મીમી. આ સિવાય, 14 તાલુકામાં 10 થી 20 મીમી વરસાદ નોંધાયો તો, અન્ય 24 તાલુકામાં 1 મીમી થી 10 મીમી વરસાદ નોંધાયો હતો.





