/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-Weather-Forecast-25th-June-2024.jpg)
ગુજરાત વેધર અને વરસાદ આગાહી, 25 જૂન 2024
Gujarat Weather Forecast 25th June 2024 : ગુજરાતમાં મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ હવે મધ્ય ગુજરાતમાં લીલા લહેર કરી છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજ્યના લગભગ તમામ તાલુકામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો મધ્ય ગુજરાતમાં બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો જોઈએ આજે હવામાન વિભાગે કયા કયા વિસ્તારોમાં વરસાદની પુરી સંભાવના વ્યક્ત કરી છે.
ચોમાસું આગળ વધવા સ્થિતિ અનુકૂળ
હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય, મધ્ય પ્રદેશ, અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ચોમાસાની ઉત્તરીય મર્યાદા મુન્દ્રા, મહેસાણા, ઉદયપુર, શિવપુરી, સિધ્ધી, ચાઈબાસા, હલ્દીયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલમાંથી પસાર થઈ રહી છે. સિવાય 3-4 દિવસ દરમિયાન ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગોથી કેટલાક વધુ ભાગોમાં આગળ વધવા અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.
તમને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાત અને પડોશ પરનું ચક્રવાતી પરિભ્રમણ હવે મધ્ય ગુજરાત અને પડોશ પર છે, જે સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ નમતુ જાય છે. તો એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર આવેલુ છે.
બે જિલ્લામાં અતિભારે, તો 20 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-Weather-Forecast-25th-June-2024-Day-1.jpg)
હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહીની વાત કરીએ તો, આજે પંચમહાલ અને વડોદરા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણાના કેટલાક વિસ્તાર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી. આ બાજુ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લામાં ગાજ વીજ સાથે મધ્યમથી હળવા વરસાદની સંભાવના છે.
આજે ક્યાં કેટલો વરસાદ નોંધાયો
પ્રથમ ગુજરાત ના વરસાદની વાત કરીએ તો, આજે વહેલી સવારથી જ રાજ્યમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું છે. અને રાજ્યમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. તો સવારના 6 વાગ્યાથી સાંજના 06 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના વિસાવદરમાં 109 મીમી નોંધાયો છે, તો બનાસકાંઠાના દાંતામાં બે કલાકમાં જ 64 મીમી અને દિયોદરમાં 51 મીમી વરસાદ નોંધાયો છે. આ બાજુ ખેડામાં પણ બે કલાકમાં વરસાદે ધબધબાટી બોલાવી અને 56 મીમી વરસાદ ખાબક્યો છે. તો પાટણના સરસ્વતી તાલુકામાં 47 અને સિદ્ધપુર તાલુકામાં 20 મીમી વરસાદ નોંધાયો છે. તો વડોદરાના દેસરમાં પણ 48 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય પંચમહાલના કાલોકમાં 32 મીમી, વડોદરાના પાદરામાં 30 મીમી, ભાવનગરના સિહોરમા 28 મીમી તો ગારિયાધારમાં 18 મીમી, સાવલીમાં 27 મીમી, પંચમહાલના જાંબુઘોડામાં 24 મીમી, તાપીના ડોલવાણમાં 22 મીમી, બનાસકાંઠાના લાખાણીમાં 21 મીમી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Rain-Data-6-PM-1.jpg)
તો પંચમહાલના હાલોલમાં 20 મીમી, આણંદના પેટલાદમાં 20 મીમી, આણંદના બોરસદમાં 19 મીમી, બનાસકાંઠાના ધાનેરામાં 18 મીમી, આણંદના આંકલાવમાં અને દાહોદમાં 17 મીમી, અમરેલીના કુકાવાવ વાડિયા અને ખેડાના ગલતેશ્વરમાં 16-16 મીમી, પંચમહાલના હાલોલ અને ઘોઘંબામાં 15-14 મીમી, આણંદ, મહેમદાબાદ 11 મીમી વરસાદ નોંધાયો હતો. આ બાજુ, મહુવા, સાયલા, ધોરાજી, કપડવંજ, ઠાસરા અને ચોટીલામાં 5 થી 9 મીમી વરસાદ નોંધાયો હતો. તો પાટણ, સાણંદ, વઢવાણ, કોટડા સંઘાણી, ધારી, સાવરકુંડલા, સંખેડામાં 4-4 મીમી વરસાદ પડ્યો હતો. તો કલોલ, દેત્રોજ રામપુરા, લોધિકા, જેતપુર, જૂનાગડ, ભેસાણ, જુનાગઢ શહેર, ઉમરેઠ, નડિયાદ, વાસો, ડભોઈ, દાંતા, કડી, પ્રાંતિજ, ગાંધીનગર, લખતર, જામકંડોરણા, જેસર અને પેટલાદમાં 3-2 મીમી વરસાદ નોંધાયો હતો.
બુધવારે આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-Weather-Forecast-25th-June-2024-Day-2-1.jpg)
આવતીકાલે બુધવારે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, અને બોટાદ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણાના કેટલાક વિસ્તાર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી. આ બાજુ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી હળવા વરસાદની સંભાવના છે.
ગુરૂવારે મધ્ય ગુજરાતમાં ફરી મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-Weather-Forecast-25th-June-2024-Day-3.jpg)
ગુરૂવાર માટે વરસાદની આગાહીની વાત કરીએ તો, ફરી મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અને સૌરાષ્ટ્રમાં અમરેલી, અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના જોતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણાના કેટલાક વિસ્તાર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી. આ બાજુ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લામાં 30-40 કિમી પવન અને મેઘ ગર્જના સાથે મધ્યમથી હળવા વરસાદની સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us