Gujarat Weather and Rainfall forecast, 28th June 2024 : ગુજરાતમાં ચોમાસાનો માહોલ બરોબરનો જામ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના તમામ તાલુકામાં મેઘરાજાની ધબદબાટી જોવા મળી રહી છે. ત્રણ-ચાર તાલુકાને છોડતા લગભગ તમામ સ્થળોએ મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી અનુસાર, આજે 24 જિલ્લામાં ભારે વરસાદ તો 3 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે સાંજે 6 વાગ્યા સુધીમાં ક્યાં કેવો વરસાદ
આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના વરસાદ ના આંકડા પર નજર કરીએ તો, સુરતના પલસાણામાં સૌથી વધુ 72 મીમી, નવસારીના ખેરગામમાં 67 મીમી, વલસાડના ઉંમરગામમાં પણ 67 મીમી, નવસારીમાં 62 મીમી, બોટાદમાં 61 મીમી, ગણદેવી અને વાલોદમાં 58 મીમી, ચીખલી 50 મીમી, જલાલપોર 48 મીમી, વ્યારા 44 મીમી, મહુવા 43 મીમી, બાવળા 42 મીમી, સૂત્રાપાડા 39, ગારિયાધાર અને કામરેજમાં 38 મીમી, વલસાડ 36 મીમી, રાપર 34 મીમી, ઓલપાડ 33 મીમી, વાપી 32 મીમી, રાજુલા, ધરમપુર અને ડોલવાણ માં 31 મીમી, બારડોલી 30 મીમી, પાલીતાણા 28 મીમી, લીલીયા, પારડી અને ઉનામાં 26 મીમી, સુરત અને સોનગઢમાં 25 મીમી, વાઘરા અને હળવદમાં 24 મીમી, થાનગઢ, સિહોર અને ચોરાસીમાં 21 મીમી, ભચાઉ અને મોરબીમાં 20 મીમી, જેસર, સાગબડા અને વાંસદામાં 19 મીમી, કુકરમુંડા અને ગીર ગઢડામાં 18 મીમી, તળાજામાં 17 મીમી, સિનોર, વઘાઈ અને ટંકારામાં 16 મીમી, અંકલેશ્વર 15 મીમી, તો ધોળકા, વિસાવદર, ભાવનગર, તારાપુર, કપરાડા, નિઝર અને બરવાળામાં 14 મીમી વરસાદ નોંધાયો છે.

તો બાબરા 13 મીમી, આંકલાવ, ઘોઘંબા, હાંસોટ અને કોડિનારમાં 12 મીમી, માળિયા હાટિના, ખાંભા, ઘોઘા અને ખેડામાં 11 મીમી, અમરેલી, પાટણ વેરાવળ અને માંગરોળમાં 10 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય અમદાવાદ સીટીમાં 8 મીમી, તો અન્ય 66 તાલુકામાં 1 મીમી થી 9 મીમી વરસાદ નોંધાયો છે.
ક્યાં ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગ અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ, તો મધ્ય ગુજરાતમાં મહિસાગર, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થઈ શકે છે, તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગરને બાદ કરતા તમામ જિલ્લા જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ,બોટાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે શનિવારે વરસાદનું જોર ધીમુ પડી શકે છે, અને મેઘરાજા આરામ કરતા જોવા મળી શકે છે. હવામાન વિભાગે શનિવાર માટે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ મધ્યમથી હળવા ઝાપટા પડી શકે છે.
ક્યાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 3 જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સુરત, નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ થઈ શકે છે. તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદ જોવા મળી શકે છે.





