ગુજરાત વરસાદ આગાહી : 10 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા મેઘરાજાની તોફાની બેટિંગ

Gujarat Rainfall and Weather Forecast 27-06-2024 : ગુજરાતમાં આજે સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છમાં આજે ધબધબાટી બોલાવી છે, હવામાન વિભાગે 10 જિલ્લામાં અતિભારે વરસાદ, તો 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપી છે.

Gujarat Rainfall and Weather Forecast 27-06-2024 : ગુજરાતમાં આજે સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છમાં આજે ધબધબાટી બોલાવી છે, હવામાન વિભાગે 10 જિલ્લામાં અતિભારે વરસાદ, તો 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rainfall and Weather Forecast 27-06-2024

ગુજરાત લેટેસ્ટ વરસાદ આગાહી, 27-06-2024

Gujarat Rainfall and Weather Forecast 27-06-2024 : ગુજરાત માં ચોમાસાનો માહોલ ખીલી ઉઠ્યો છે. જેમ જેમ ચોમાસુ આગળ વધીરહ્યું તેમ તેમ રાજ્યના લગભગ તમામ જિલ્લા અને તાલુકાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. આજે કચ્છના તાલુકા, સાબરકાંઠાના પોશિના સહિતના વિસ્તારમાં મેઘરાજાએ ભારે વરસાદ વરસાવ્યો છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 10 જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ચોમાસું ક્યાં છે?

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ પશ્ચિમ સમાસુ આજે 27 જૂને ઉત્તરી સમુદ્ર, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાં અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં તથા મધ્ય પ્રદેશના મોટાભાગોમાં, પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાં, બિહાર, પૂર્વ ઉત્તરના કેટલાક ભાગોમાં તથા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, તથા પંજાબના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. તમને જણાવી દઈએ કે, ચોમાસુ આજે ગુજરાતના તમામ ભાગોને આવરી લે છે.

ગુજરાત વરસાદ આગાહી : હવામાન વિભાગ

હવામાન વિભાગની આજની બપોરે આપવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આજે રાજ્યના 8 સૌરાષ્ટ્રના જિલ્લાઓ તથા 02 0ક્ષિણ ગુજરાતના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી (ઓરેન્જ એલર્ટ) આપવામાં આવી છે. તો આ સિવાય 13 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજા બાજુ આવતીકાલ માટે ચાર જિલ્લામાં અતિભારે (ઓરેન્જ એલર્ટ) અને 11 જિલ્લા સહિત બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ક્યાં અતિભારે વરસાદની આગાહી?

પ્રથમ અતિભારે વરસાદની વાત કરીએ તો, હવામાન વિભાગે જે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ) ની આગાહી આપી છે તેમાં મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી ગીર સોમનાથમાં તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જો શુક્રવાર માટે અતિભારે વરસાદની આગાહીની વાત કરીએ તો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ થઈ શકે છે.

ક્યાં ભારે વરસાદની આગાહી?

જો ભારે વરસાદની વાત કરીએ તો, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાયના જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

તો શુક્રવારે 28 તારીખે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સિવાયના જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આજે ક્યાં કેવો વરસાદ પડ્યો?

Today Rain Data - 27 June 2024
આજનો વરસાદ ડેટા - સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીનો - તા. 27-06-2024

મેઘરાજાની ધબધબાટી આજે પણ અવિરત ચાલુ છે. આજે બપોર પછી સાબરકાંઠાના પોશિનામાં, અને કચ્છના તાલુકાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. વરસાદના આજના સવારના 6 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધીના ડેટા પર નજર કરીએ તો, સાબરકાંઠાના પોશિનામાં સૌથી વધુ 46 મીમી, બનાસકાંઠાના દાંતીવાડામાં 41 મીમી, કચ્છના ભુજમાં 40 મીમી અને નખત્રાણામાં 39 મીમી, બોટાદના ગઢડામાં 35 મીમી, ભાવનગર શહેરમા 33 મીમી, કચ્છના માંડવી અને રાજકોટના જેતપુરમાં 31 મીમી, ભાવનગરના વલ્લભીપુર, ઘોઘા અને મહુવામાં 27-26 મીમી, તો બનાસકાંઠાના અમિરગઢ અને જુનાગઢના માણાવદરમાં 25 મીમી વરસાદ નોંધાયો છે.

આ બાજુ પાટણના સાંતલપુરમા 22 મીમી, બનાસકાંઠાના ડીસામાં 21 મીમી, જામનગરના ધ્રોલમાં 20 મીમી, ભાવનગરના શિહોરમાં 20 મીમી, તો ખંભાળિયા, મેંદરડા, સરસ્વતી, નિઝર, બોટાદ, અબડાસા, કાંકરેજ, કોટડા સંઘાણી, લાઢી, ઉમરાળા, દાંતા, જોડિયા, કાવંત, લોધિકા, ઝાલોદ, પાલિતાણા, દાહોદ, વાપી, ધોરાજી, રાણાવાવ, કુતિયાણા, બગસરા અને પઠારીમાં 10 થી 19 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

Advertisment
આજનું હવામાન અપડેટ ગુજરાત ગુજરાતી ન્યૂઝ વરસાદ વેધર ન્યૂઝ