Gujarat Weather : ગુજરાત વેધર : સાયક્લોન સરક્યુલેશનની સ્થિતિ બદલાઈ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી

Gujarat Today Weather forecast : ગુજરાતમાં વેધર સ્થિતિ ચેન્જ થઈ છે. સાયક્લોન સરક્યુલેશનની સ્થિતિ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં સર્જાતા, કેટલાક સ્થળો પર છૂટોછવાયો હળવો વરસાદ થશે.

Gujarat Today Weather forecast : ગુજરાતમાં વેધર સ્થિતિ ચેન્જ થઈ છે. સાયક્લોન સરક્યુલેશનની સ્થિતિ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં સર્જાતા, કેટલાક સ્થળો પર છૂટોછવાયો હળવો વરસાદ થશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Today Weather forecast

ગુજરાત વેધર, કમોસમી વરસાદ આગાહી (ફોટો - એક્સપ્રેસ)

Gujarat Rain Forecast | ગુજરાત વરસાદ આગાહી : ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી બાદ આજે ઉત્તર ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સાયક્લોન સરક્યુલેશનની સ્થિતિ બદલાઈ છે અને તે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ ફંટાયું છે. જેને પગલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આજે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પડ્યો છે. આ સિવાય કચ્છના અંજાર, ભૂજ માં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતુ. તો ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળ્યો છે.

કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો

સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો, જેને પગલે જિલ્લામાં કેરીના પાકને અસર થવાની ભીતી સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

આ બાજુ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો, જેને પગલે રાપર, અંજાર તાલુકામાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે, તો જિલ્લાના લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

સાયક્લોન સરક્યુલેશનની સ્થિતિ બદલાઈ, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગે આજની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સિનોપ્ટિક સિચ્યુએશન છે. ગઈકાલનું સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ચક્રવાત પરિભ્રમણ હવેદક્ષિણ રાજસ્થાન અને તેની નજીકમાં ઉત્તર ગુજરાત તરફ છે, જેથી સ્થિતિ બદલાતા આગામી 36 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો - Gujarat Weather | ગુજરાત વરસાદ આગાહી : વીજળી-વાવાઝોડા સાથે ત્રણ દિવસ વરસાદ પડશે, ગરમીમાં થશે ઘટાડો

હવામાન વિભાગે જણાવ્યું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા તથા કચ્છ જિલ્લાના કેટલાક છૂટા છવાયા સ્થળોએ વરસાદની પુરી સંભાવના છે. આ સિવાય અન્ય કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેશે, જેને પગલે આગામી બે દિવસ ગરમીમાં 2-3 ડિગ્રી ઘટાડો જોવા મળી શકે છે.

Advertisment
ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત