Gujarat Weather Forecast : રાહતના સમાચાર, ગુજરાતમાં કાળઝાર ગરમીમાંથી મળશે છૂટકારો, હવામાન વિભાગે આપ્યા સંકેત

Gujarat Weather Report, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : અમદાવાદ સહિત ગુજરાતમાં કાળઝાર ગરમી પડી રહી છે ત્યારે હવે આગામી દિવસોમાં લોકોને અસહ્ય ગરમીમાંથી છૂટકારો મળશે.

Gujarat Weather Report, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : અમદાવાદ સહિત ગુજરાતમાં કાળઝાર ગરમી પડી રહી છે ત્યારે હવે આગામી દિવસોમાં લોકોને અસહ્ય ગરમીમાંથી છૂટકારો મળશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast, Gujarat Weather Report, Gujarat Weather updates, Gujarat Weather news

ગુજરાતને મળશે ગરમીમાંથી છૂટકારો - Express photo

Gujarat Weather Forecast, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીનો પારો અત્યારે 40 ડિગ્રી ઉપર પહોંચેલો છે. એક તબક્કો એવો હતો કે ગરમી રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગઈ હતી. અસહ્ય ગરમીના કારણે સમગ્ર ગુજરાતના લોકો તોબા પોકારી ગયા હતા. જોકે, હવે ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળશે. આગામી દિવસોમાં ઉનાળો સમાપ્ત થશે અને ચોમાસું દસ્તક આપશે. આગામી દિવસોમાં ગરમી ઘટનાના સંકેત હવામાન વિભાગે આવી દીધા છે.

Advertisment

Gujarat Weather : અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે મંગળવારે ગુજરાતમાં સૌથી વધારે તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું તાપમાન 25.4 ડિગ્રી રહ્યું હતું. 44.1 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં 43 ડિગ્રી, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી, ભાવનગરમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો.

Gujarat Weather Forecast : આજે અમદાવાદમાં કેવી રહેશે ગરમી?

AccuWeather.com પ્રમાણે આજે 29 મે 2024ના રોજ ગરમી ગઈ કાલ કરતા એક ડિગ્રી ઘટશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા છે જ્યારે લઘુતમ તાપમાન 30 ડિગ્રી રહેશે. દિવસ દરમિયાન પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિકલાકની રહેશે જ્યારે હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Gujarat Weather Forecast : હવામાન વિભાગે શું આપ્યા સંકેત

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. તો દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવનો નીચેના સ્તરે પ્રવર્તિ રહ્યા છે, જેને પગલે આગામી દિવસોમાં ગરમી 2-3 ડિગ્રી ઘટી શકે છે.હવામાન વિભાગ પ્રમાણે આજે 29 મે 2024ના રોજ કચ્છ સૌરાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશો દિવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે.

Advertisment

આ પણ વાંચોઃ- Explained : ચોમાસું ક્યાં પહોંચ્યું? કેવી રીતે નક્કી થાય છે? સમજો ચોમાસાની શરૂઆત’નો અર્થ?

Gujarat Summer Weather : મંગળવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ44.1 29.0
ડીસા41.8 26.9
ગાંધીનગર43.4 29.2
વલ્લભ વિદ્યાનગર42.3 28.6
વડોદરા40.629.4
સુરત34.1 29.5
વલસાડ35.4 22.6
દમણ25.4 28.6
ભુજ39.4 27.8
નલિયા35.2 29.0
કંડલા પોર્ટ36.5 29.2
કંડલા એરપોર્ટ41.7 29.1
અમરેલી40.8 28.3
ભાવનગર43.6 29.4
દ્વારકા32.8 28.6
ઓખા34.3 29.3
પોરબંદર35.5 28.5
રાજકોટ43.0 26.3
વેરાવળ34.8 29.0
દીવ34.8 28.7
સુરેન્દ્રનગર42.0 29.0
મહુવા36.8 28.5
કેશોદ36.0 28.8

કેરળમાં ચોમાસુ 31 મે 2024 એ દસ્તક આપી શકે છે

આ બાજુ ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે, કેરળમાં ચોમાસુ ટૂંક સમયમાં પહોંચી શકે છે. 31 મેના રોજ કેરળના દરિયાકાંઠે ચોમાસુ દસ્ક્ત આપશે, ત્યારબાદ આગળ વધી મહારાષ્ટ્રમાં 8થી 10 જૂન સુધી પહોંચશે અને ગુજરાતમાં 12 જૂનથી 15 જૂન સુધી પહોંચી શકે છે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત