Gujarat Weather Forecast, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : એક દિવસની રાહત બાદ અમદાવાદમાં ફરી ગરમીએ કહેર વરસાવવાનો શરુ કર્યો છે. અમદાવાદમાં ગરમીએ ફરીથી 45 ડિગ્રીની સપાટી વટાવી દીધી હતી. અમદાવાદમાં પડતી કાળઝાર ગરમીમાં લોકો તોબા પોકારી ગયા છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તપામાન 32.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ તરફથી હવે હીટવેવની આગાહી કરવામાં આવી નથી. આમ જોઈએ તો આ રાહતના સમાચાર ગણી શકાય.
Gujarat Weather Forecast : અમદાવાદમાં ગરમી ફરી 45 ડિગ્રીને પાર
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે સોમવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. આમ અમદાવાદ રાજ્યનું બીજું સૌથી ગરમ શહેર રહ્યું હતું. પહેલા નંબર પર કંડલા એરપોર્ટ 45.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રહ્યું હતું. આ ઉપરાંત ડિસામાં 44.3 ડિગ્રી, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી, ભાવનગરમાં 44.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી 2024 : ગુજરાતના 266માંથી 36 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ, જાણો કઇ પાર્ટીના કેટલા
Gujarat Weather Forecast : હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર
હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિનમાં ગુજરાતના તમામ વિસ્તારોને હીટવેવ ફ્રી જાહેર કર્યા છે. આપેલા નકશામાં હવે ઓરેન્જ રંગના બદલે ગુજરાતનો સંપૂર્ણ નકસો લીલા રંગો દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહીમાં હવે કોઈપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી. હવામાન વિભાગ તરફથી કચ્છ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ઉંચો રહેવાની શક્યતા દર્શાવી છે.
સોમવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર મહત્તમ લઘુત્તમ અમદાવાદ 45.2 29.0 ડીસા 44.3 28.1 ગાંધીનગર 44.5 29.8 વલ્લભ વિદ્યાનગર 43.1 29.5 વડોદરા 40.6 29.8 સુરત 34.6 29.4 વલસાડ 35.6 00 દમણ 34.8 29.2 ભુજ 41.5 27.4 નલિયા 35.4 28.6 કંડલા પોર્ટ 42.5 29.0 કંડલા એરપોર્ટ 45.3 28.5 અમરેલી 00 00 ભાવનગર 44.4 29.3 દ્વારકા 32.4 28.4 ઓખા 35.8 29.1 પોરબંદર 35.4 28.2 રાજકોટ 41.4 26.6 વેરાવળ 34.8 28.9 દીવ 34.1 28.0 સુરેન્દ્રનગર 43.3 29.0 મહુવા 37.4 27.5 કેશોદ 37.1 28.3
Gujarat Weather Forecast : આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
AccuWeather.com પ્રમાણે આજે અમદાવાદીઓને ગરમીમાંથી થોડી રાહત મળશે. સોમવારે જે તાપમાન 45.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. તે આજે મંગળવારે દરમિયાન 43 ડિગ્રી સુધી રહેવાની ધારણા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને લઘુતમ તાપમાન 32 ડિગ્રી રહેશે. પવનની ગતિ 18 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જ્યારે હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.