/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gujarat-temperature-fell.jpg)
ગુજરાતમાં ગરમીમાં ઘટાડો -Express photo
Gujarat Weather Forecast, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : ગુજરાતમાં ઉનાળો હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ગરમી ધીમે ધીમે ઘટી રહી છે. એક તબક્કે 46.6 ડિગ્રી પહોંચેલું તાપમાન અત્યારે 43 ડિગ્રી સુધી ગગડ્યું છે. આમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. આગામી સમયમાં હવે ગરમી ઘટવાનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે. જોકે, વાતાવરણમાં અસહ્ય ઉકળાટના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાંથી ઓરેન્જ એલર્ટ હટાવી લેવામાં આવ્યું છે.
રાજ્યમાં તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારના રોજ રાજ્યમાં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું છે. જે એક તબક્કે 46.6 ડિગ્રી જેટલું ઊંચે ગયું હતું. આમ મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. રવિવારના દિવસની વાત કરીએ તો વિદ્યાનગર અને કંડલા એરપોર્ટ પર મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું. આમ બંને શહેરો રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા.
Gujarat Weather Forecast : આજે અમદાવાદમાં કેવી રહેશે ગરમી?
AccuWeather.com પ્રમાણે આજે 27 મે 2024, સોમવારના રોજ અમદાવાદમાં 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું અનુમાન છે. લઘુતમ તાપમાન 32 ડિગ્રી આસપાસ રહેશે. જ્યારે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. હવાની ગુણવત્તા અત્યંત ખરાબ રહેશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Ahmedabad-Summer-Weather.jpg)
રવિવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 43.2 | 30.6 |
| ડીસા | 42.3 | 29.8 |
| ગાંધીનગર | 43.0 | 31.0 |
| વલ્લભ વિદ્યાનગર | 43.7 | 29.4 |
| વડોદરા | 42.0 | 29.8 |
| સુરત | 35.4 | 29.5 |
| વલસાડ | 00 | 22.6 |
| દમણ | 35.0 | 29.0 |
| ભુજ | 41.2 | 27.4 |
| નલિયા | 35.6 | 28.8 |
| કંડલા પોર્ટ | 38.1 | 28.6 |
| કંડલા એરપોર્ટ | 43.7 | 28.6 |
| અમરેલી | 00 | 00 |
| ભાવનગર | 39.9 | 29.6 |
| દ્વારકા | 32.7 | 28.4 |
| ઓખા | 35.6 | 28.8 |
| પોરબંદર | 36.4 | 28.0 |
| રાજકોટ | 40.7 | 25.3 |
| વેરાવળ | 34.0 | 28.7 |
| દીવ | 35.8 | 28.2 |
| સુરેન્દ્રનગર | 42.8 | 29.0 |
| મહુવા | 39.6 | 28.5 |
| કેશોદ | 37.4 | 27.8 |
આ પણ વાંચોઃ-Cyclone Remal : પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેમલ ચક્રવાતની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ
Gujarat Weather Forecast : હવામાન વિભાગે શું કરી આગાહી?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 27 મે 2024, સોમવારના રોજ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરામાં હીટવેવની આગાહી કરાઈ છે જ્યારે સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગરમાં ઉપરાંત કચ્છમાં પણ હીટવેવની આગાહી કરી છે. કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us