Gujarat Weather Forecast, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : અમદાવાદ સહિત ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ગરમીનો કહેર યથાવત્ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ ગરમી માટે હોટ ફેવરીટ બની ગયું છે. અમદાવાદમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે. 45.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ (Ahmedabad Weather) ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. એક સમય એવો હતો કે ગરમી માટે ડીસા અને ઈડર પ્રખ્યાત હતું પરંતુ હવે અમદાવાદે બંનેને પાછળ પાડી દીધા છે. હવામાન વિભાગે અમદાવાદમાં ચેતવણી (IMD Forecast) જાહેર કરી છે જ્યારે 14 જિલ્લાઓને બાદ કરતા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપેલું છે. સાથે સાથે હીટવેવની આગાહી પણ કરી છે.
45.5 ડિગ્રી સાથે અમદાવાદ અને ગાંધીનગર હોટેસ્ટ પ્લેસ
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં સૌથી વધારે ગરમી અમદાવાદમાં નોંધાઈ હતી. અમદાવાદ 45.5 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર પણ 45.5 ડિગ્રી સાથે સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ગુજરાતમાં વડોદરા, વિદ્યાનગર, ડિસા, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર ગરમી નોંધાઈ હતી.
હવામાન વિભાગની ચેતવણી
ગુજરાતમાં ગરમીનું જોર યથાવત છે ત્યારે હવામાન વિભાગે અમદાવાદમાં ગરમી અંગે ચેતવણી જાહેર કરી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ હીટવેવની આગાહી કરી છે. રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, દિવ, કચ્છમાં હીટવેવની ચેતવણી આપી છે. આ ઉપરાંત આણંદ, સાબરકાંઠા, બાનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ હીટવેવની આગાહી કરી છે.

રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર મહત્તમ લઘુત્તમ અમદાવાદ 45.5 29.8 ડીસા 44.8 29.0 ગાંધીનગર 45.5 30.4 વલ્લભ વિદ્યાનગર 44.1 29.0 વડોદરા 44.0 30.8 સુરત 36.7 28.8 વલસાડ 36.4 00 દમણ 35.0 27.8 ભુજ 42.5 26.8 નલિયા 36.6 27.8 કંડલા પોર્ટ 37.9 28.0 કંડલા એરપોર્ટ 44.1 27.7 અમરેલી 43.8 28.6 ભાવનગર 42.0 30.6 દ્વારકા 32.8 28.0 ઓખા 34.2 28.1 પોરબંદર 36.2 27.0 રાજકોટ 42.7 25.3 વેરાવળ 33.4 27.9 દીવ 37.2 27.4 સુરેન્દ્રનગર 44.0 28.4 મહુવા 41.0 26.9 કેશોદ 39.4 27.1
આજે અમદાવાદનું વેધર કેવું રહેશે?
AccuWeather.com પ્રમાણે આજે 25 મે 2024, શનિવારના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે લઘુતમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેશે. પવનની ગતિ 21 ડિગ્રી પ્રતિકલાક અને હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે ખરાબ રહેશે. આજે સાંજે પાંચ વાગ્યે ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચશે.





