/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-heavy-rain-rescue-operation.jpg)
Gujarat Weather Update: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી- photo - social media
Gujarat Weather Forecast : ગુજરાતમાંથી વિદાય વેળાએ મેઘરાજાએ જમાવટ કરી છે. ઠેર ઠેર ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે સપ્તાહના પહેલા દિવસે જ એટલે કે 21 ઓક્ટોબર 2024, સોમવારના દિવસે વહેલી સવારથી જ અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.
અમદાવાદમાં વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે વરસાદ
ગુજરાતમાં ફરી ચોમાસું જામ્યું હોય એવો માહોલ સર્જાયો છે. અમદાવાદ શહેર તેમજ આજુ બાજુના વિસ્તારોમાં આજે સોમવારે વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડતાં સ્કૂલે જતાં બાળકો સહિત વાહન ચાલકોને હાલાકિના સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના લોધિકામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબીમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો.
12 તાલુકામાં 2થી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 12 તાલુકા એવા છે જ્યાં બે ઈંચથી લઈને 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| રાજકોટ | લોધિકા | 117 |
| મોરબી | મોરબી | 92 |
| જૂનાગઢ | માળિયા હાટિના | 89 |
| જૂનાગઢ | મેંદરડા | 83 |
| અમરેલી | કુંકાવાવ વાડિયા | 75 |
| જામનગર | કાલાવડ | 64 |
| પોરબંદર | રાણાવાવ | 63 |
| રાજકોટ | રાજકોટ | 62 |
| દેવભૂમી દ્વારકા | કલ્યાણપુર | 55 |
| સુરેન્દ્રનગર | થાણગઢ | 53 |
| જૂનાગઢ | જૂનાગઢ | 51 |
| જૂનાગઢ | જૂનાગઢ શહેર | 51 |
રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 21 ઓક્ટોબર 2024, સોમવારના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વિસ્તારોની વાત કરીએ તો નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.
રવિવારે રાત સુધીમાં 58 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 20 ઓક્ટોબર 2024, રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં 58 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે રાજકોટના લોધિકામાં 4.61 ઈંચ, જૂનાગઢના માલિયા હટિનામાં 3.50 ઈંચ વરસાદ નોંધાયો છે. મોરબીમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us