Gujarat Rain Update: નવરાત્રી પહેલા ગુજરાતમાં વરસાદ, સવારથી જ મેઘમહેર, નર્મદાના સાગબારામાં પોણા ચાર ઈંચ વરસાદ

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Update: નવરાત્રી પહેલા ગુજરાતમાં વરસાદની દેધનાધન

Gujarat Rain Update: નવરાત્રી પહેલા ગુજરાતમાં વરસાદની દેધનાધન - photo - IE Gujarati

Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતમાં નવરાત્રી આંગળીના વેઠે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે ત્યારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ કરી દેતા ગુજરાતમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 86 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 27 સપ્ટેમ્બર 2024, શુક્રવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 86 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નર્મદાના સાગબારામાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો જ્યારે સુરેન્દ્રનગરના ચુડામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં સવારથી જ મેઘ મહેર, અમરેલીના બાબરામાં એક ઈંચ વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 27 સપ્ટેમ્બર 2024, શુક્રવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના બાબરામાં એક ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ બન્યું છે. ઠેકઠેકાણે વરસાદ પણ પડવાનો શરુ થયો છે. જોકે, સવારમાં જ આખા અમદાવાદમાં અંધારપટ છવાયો છે.

ગુજરાતમાં 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સોનગઢમાં સાડા છ ઈંચ, જૂનાગઠના વિસાવદરમાં છ ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ છ ઈંચ વરસાદ નોંધાયો હતો.

19 તાલુકામાં 3થી 9 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 19 તાલુકા એવા છે જ્યાં 3થી 9 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

જિલ્લોતાલુકોવરસાદ(MM)
તાપીવ્યારા211
તાપીસોનગઢ159
જૂનાગઢવિસાવદર152
ભાવનગરઘોઘા151
ભાવનગરપાલિતાણા110
વલસાડવાપી109
ભાવનગરવલ્લભિપુર107
વલસાડવલસાડ99
ભાવનગરભાવનગર95
ભાવનગરશિહોર94
ગીર સોમનાથઉના93
વલસાડઉમરગામ91
ગીર સોમનાથસુત્રાપાડા85
ગીર સોમનાથકોડિનાર85
સુરેન્દ્રનગરસાયલા85
તાપીવાલોદ79
નવસારીજલાલપોર77
જૂનાગઢભેસાણ75

65 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 65 તાલુકા એવા છે જ્યાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

નવરાત્રી પહેલા જામેલા વરસાદી વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે ગુજરાત માટે વરસાદની વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે 27 સપ્ટેમ્બર 2024, શુક્રવારે રાજ્યના 4 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. આ જિલ્લાઓ જેવા કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નવસારી, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વોડદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ- શિક્ષણ સહાયક ભરતી : ગુજરાતમાં શિક્ષણ સહાયકોની બમ્પર ભરતી, કોણ કરી શકશે અરજી, વાંચો તમામ માહિતી

હવામાન વિભાગ પ્રમાણએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરાકંઠા, ગાંધીનગર, અરવલ્લીખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને કચ્છમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત