Gujarat Weather Update : ગુજરાતમાં હજી પણ વરસાદ યથાવત, 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ, આજની આગાહી

Gujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના કામરેજમાં અઢી ઈંચ, સુરેન્દ્રનગરમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

Gujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના કામરેજમાં અઢી ઈંચ, સુરેન્દ્રનગરમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ - Express photo

Gujarat Weather Forecast : દિવાળીના તહેવારોના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વરસાદ વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો છે. હજી પણ ગુજરાતમાં ઠેક ઠેકાણે ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના કામરેજમાં અઢી ઈંચ, સુરેન્દ્રનગરમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યામાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના કામરેજમાં અઢી ઈંચ, સુરેન્દ્રનગરમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 10 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યામાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 10 તાલુકા એવા છે જ્યાં એકથી ત્રણ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
સુરતકામરેજ64
સુરેન્દ્રનગરસાયલા47
સુરેન્દ્રનગરમુળી38
દેવભૂમી દ્વારકાદ્વારકા35
પોરબંદરરાણાવાવ34
રાજકોટગોંડલ30
ભાવનગરઘોઘા29
જૂનાગઢકેશોદ26
બોટાદરાણપુર25
રાજકોટજેતપુર25

24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યામાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે વધુ વરસાદની વધુ એક આગાહી કરી છે. આજે 22 ઓક્ટોબર 2024, મંગળવારના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ-રાજ શેખાવતની જાહેરાત, લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપશે

આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જામનગર, મોરબી દ્વારકા, બોટાદ તેમજ અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત