/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-heavy-rain-1-2.jpg)
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી - Express photo
Gujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાનું નામ જ નથી લેતું એમ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં દરરોજ વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના સોનગઢ અને નવસારીના વાંસદામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યાના 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના સોનગઢ અને નવસારીના વાંસદામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
16 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યાના 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 16 તાલુકા એવા છે જેમાં એક ઈંચથી લઈને ત્રણ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| તાપી | સોનગઢ | 65 |
| નવસારી | વાંસદા | 61 |
| ડાંગ | આહવા | 52 |
| નવસારી | નવસારી | 47 |
| સુરત | મહુવા | 47 |
| વલસાડ | વાપી | 41 |
| ભાવનગર | સિહોર | 38 |
| વલસાડ | વલસાડ | 35 |
| ભાવનગર | ગોધરા | 33 |
| તાપી | વાલોદ | 33 |
| તાપી | વ્યારા | 32 |
| વલસાડ | પારડી | 28 |
| નવસારી | જલાલપોર | 28 |
| ભાવનગર | ભાવનગર | 24 |
| સુરત | બારડોલી | 24 |
રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યાના 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ-જેલમાં બંધ આસારામથી મળી શક્શે નારાયણ સાંઈ, આટલી શરતો સાથે ગુજરાત હાઈકોર્ટે આપી લીલી ઝંડી
આ ઉપરાંત પંચમહાલ, દાહોદ,, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ,રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us