Gujarat Weather Forecast : આજે ગુજરાતના આ વિસ્તારોમાં વંટોળ સાથે હળવો વરસાદ પડશે, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

Gujarat Weather Report, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : આજે મંગળવારના દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદમાં હજી પણ ગરમી 42 ડિગ્રી આસપાર રહેવાની ધારણા છે.

Gujarat Weather Report, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : આજે મંગળવારના દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદમાં હજી પણ ગરમી 42 ડિગ્રી આસપાર રહેવાની ધારણા છે.

author-image
Ankit Patel
New Update
ગુજરાત વરસાદ :છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 34 તાલુકામાં વરસાદ, સૌથી વધારે વિસાવદરમાં ખાબક્યો, અમદાવાદમાં ક્યારે આવશે?

ગુજરાતમાં વરસાદની આગાહી - Express photo

Gujarat Weather Forecast, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : ગુજરાતમાં હવે ઉનાળો ધીમે ધીમે વિદાય તરફ વળી રહ્યો છે. જોકે, ગરમીમાં હજી જોઈએ એવો ઘટાડો જોવા મળ્યો નથી. હજી પણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી જેટલું નોંધાયું છે. જોકે, ગરમી વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ પડવાની આગાહી કરી છે. ગરમીની વાત કરીએ તો ગુજરાતમાં 42.3 ડિગ્રી સૌથી ઊંચુ તાપમાન નોંધાયું હતું. જે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું.

Advertisment

Gujarat Weather Forecast ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસું 15 જૂન આસપાસ બેશી જશે. જોકે, આ પહેલા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. વિસ્તારની વાત કરીએ તો દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સાથે વંટોળ ફૂંકાઈ શકે છે.

અમદાવાદ અને સુરેન્દ્રનગર બન્યા રાજ્યના સૌથી ગરમ વિસ્તાર

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે સોમવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી રહ્યું હતુ.જ્યારે લઘુતમ તાપમાન 33.6 ડિગ્રી રહ્યું હતું. 42.3 ડિગ્રી મહત્તમ તપામાન સાથે અમદાવાદ અને સુરેન્દ્રનગર રાજ્યના સૌથી ગરમ વિસ્તાર રહ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગર 41.6 ડિગ્રી, ડિસા 41.4 ડિગ્રી સાથે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું.

સોમવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ42.3 30.2
ડીસા41.4 29.2
ગાંધીનગર41.6 30.2
વલ્લભ વિદ્યાનગર39.3 28.6
વડોદરા40.0 29.4
સુરત35.6 29.5
વલસાડ35.6 22.4
દમણ34.8 29.4
ભુજ40.327.8
નલિયા36.6 27.7
કંડલા પોર્ટ38.2 28.8
કંડલા એરપોર્ટ40.5 28.6
અમરેલી0000
ભાવનગર38.2 30.0
દ્વારકા33.6 29.2
ઓખા35.2 28.5
પોરબંદર35.7 28.8
રાજકોટ40.7 26.4
વેરાવળ35.4 29.4
દીવ33.8 28.0
સુરેન્દ્રનગર42.3 29.6
મહુવા37.8 28.1
કેશોદ37.3 28.3
Advertisment

Gujarat Weather Forecast : આજે અમદાવાદમાં કેવી રહેશે ગરમી?

AccuWeather.com પ્રમાણે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેશે. હવાની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જ્યારે હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે હાનિકારક રહેશે.

વેધર ન્યૂઝ ચોમાસું ઉનાળો ગુજરાત