Gujarat Weather Update : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ પડ્યો, વલસાડ અને જૂનાગઢમાં આજે ભારે વરસાદની આગાહી

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના કોટડા સંઘાનીમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના કોટડા સંઘાનીમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદ

Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદ -Express photo

Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે હજી પણ ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના કોટડા સંઘાનીમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.બીજી તરફ આજે પણ દક્ષિણ ગુજરાતના વલસાડમાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે સેવી છે.

24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના કોટડા સંગાની અને જૂનાગઢના મેંદરડામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

12 તાલુકામાં એકથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 12 તાલુકા એવા છે જ્યાં એક ઈંચથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.

જિલ્લોતાલુકોવરસાદ (MM)
રાજકોટકોટડા સંગાની51
જૂનાગઢમેંદરડા47
પોરબંદરરાણાવાવ38
રાજકોટજામકંડોરણા36
જૂનાગઢમાળિયા હાટિના35
ભરૂચઝઘડિયા34
અમરેલીકુંકાવાવ વાડિયા32
અમરેલીઅમરેલી30
જૂનાગઢજૂનાગઢ શહેર30
જૂનાગઢજૂનાગઢ30
સુરતમાંગરોલ26
સુરતઓલપાડ24

ક્યાં કેટલો વરસાદ પડ્યો?

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો.

વલસાડ અને જૂનાગઢમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 17 ઓક્ટોબર 2024, ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત પંચમહાલા, દાહોદ, વલોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડી શકે છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત