/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-heavy-rain-forecast-rain-data.jpg)
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદ અને આગાહી - Express photo
Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતમાં મેઘરાજાની જવામટ હજી પણ યથાવત રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.
24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન ગુજરાતના 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ, રાજકોટના લોધિકામાં દોઢ ઈંચ વરસાદ અને ડાંગના આહવામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
10 તાલુકામાં એકથી ચાર ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન ગુજરાતના 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 10 તાલુકા એવા છે જ્યાં અડધા ઈંચથી લઈને ચાર ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ(MM) |
| વલસાડ | કપરાડા | 89 |
| રાજકોટ | લોધિકા | 40 |
| ડાંગ | આહવા | 24 |
| સુરેન્દ્રનગર | થાનગઢ | 22 |
| કચ્છ | રાપર | 20 |
| વલસાડ | વાપી | 19 |
| બનાસકાંઠા | સુઈગામ | 17 |
| ગીર સોમનાથ | ગીર ગઢડા | 16 |
| વલસાડ | વલસાડ | 13 |
| બનાસકાંઠા | થરાદ | 13 |
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
આજની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વલસાડમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us