/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-heavy-rain-data.jpg)
Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદ -Express photo
Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતમાં નવરાત્રી પુરી થઈને દિવાળી આવવાની તૈયારીમાં છે છતાં પણ વરસાદ વિદાય લેવાનું નામ નથી લેતો. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદી માહોલ છે અને ક્યાંક ક્યાંક સામાન્યથી ભારે વરસાદ પણ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અને આજના દિવસે પણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાતમાં 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલકામાં ગુજરાતના 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગરના દસાડામાં ત્રણ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં ત્રણ ઈંચ અને ડાંગના આહવામાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
15 તાલુકામાં 2થી 3 ઈંચ વચ્ચે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલકામાં ગુજરાતના 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 15 તાલુકા એવા છે જેમાં 2થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| સુરેન્દ્રનગર | ડસાડા | 77 |
| જૂનાગઢ | વિસનગર | 75 |
| ડાંગ | આહવા | 72 |
| સુરેન્દ્રનગર | વઢવાણ | 67 |
| કચ્છ | ભૂજ | 65 |
| સુરત | ઉમરપાડા | 65 |
| છોટા ઉદેપુર | બારડોલી | 62 |
| ડાંગ | વઘઈ | 60 |
| નર્મદા | દેડિયાપાડ | 60 |
| ગીર સોમનાથ | તલાલા | 58 |
| રાજકોટ | ગોંડલ | 57 |
| ભરૂચ | ઝઘડિયા | 55 |
| ભાવનગર | મહુવા | 55 |
| પોરબંદર | કુતિયાણા | 54 |
| રાજકોટ | લોધિકા | 47 |
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલકામાં ગુજરાતના 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગે આજે 14 ઓક્ટોબર 2024, સોમવારના રોજ ગુજરાતના મોટભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરૂચ, નર્મદા, છોટા ઉદેપર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us