Gujarat Rain Update: આ વિસ્તારના ખેલૈયાઓ માટે વરસાદ બનશે 'વિલન', અમરેલીના ખાંભામાં સાડા ત્રણ ઈંચ વરસાદ, ક્યાં કેટલો વરસાદ પડ્યો

Gujarat Weather Forecast, IMD Rain Alert: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ આજે વરસાદની આગાહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અમરેલી, તાપી અને સુરત જિલ્લાના કૂલ 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

Gujarat Weather Forecast, IMD Rain Alert: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ આજે વરસાદની આગાહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અમરેલી, તાપી અને સુરત જિલ્લાના કૂલ 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી - Express photo

Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): આજથી નવદુર્ઘાની આરાધનાનો તહેવાર નવરાત્રી શરુ થયો છે. નવ રાત સુધી ખેલૈયાઓ ગરબે રમીને જગતજનની જગદંબાની આરાધના કરશે. તો બીજી તરફ ગુજરાતના માથે હજી પણ વરસાદી વિલન બનીને ફરી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ આજે વરસાદની આગાહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અમરેલી, તાપી અને સુરત જિલ્લાના કૂલ 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના ખાંભામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

Advertisment

24 કલાકમાં 7 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના અમરેલી, તાપી અને સુરત જિલ્લાના કૂલ 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના ખાંભામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો

જિલ્લોતાલુકોવરસાદ (mm)
અમરેલીખાંભા87
તાપીવ્યારા21
સુરતમહુવા18
તાપીડોલવણ17
તાપીસોનગઢ13
તાપીવાલોદ5
અમરેલીધારી2

રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ બનશે વિલન

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નવરાત્રીના પહેલા દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. ખાસ કરીને નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ તેમજ દીવમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત