Gujarat Weather Update : ગુજરાતમાં વરસાદનો એકદમ વિરામ, મેઘરાજા વિદાય તરફ, 24 કલાકમાં ગુજરાતના બધા જિલ્લા કોરા ધાકરો

Gujarat Weather Forecast, IMD Rain Alert: ગુજરાતમાં સત્તાવાર વિદાય હોવા છતાં વરસાદની શક્યતા સેવાઈ રહી હતી. જોકે, 24 કલાકમાં ગુજરાતમાં એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.

Gujarat Weather Forecast, IMD Rain Alert: ગુજરાતમાં સત્તાવાર વિદાય હોવા છતાં વરસાદની શક્યતા સેવાઈ રહી હતી. જોકે, 24 કલાકમાં ગુજરાતમાં એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain data, Gujarat rain updates, Gujarat Monsoon Forecast

ગુજરાત વરસાદ (Express photo by Nirmal Harindran)

Gujarat Weather Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતમાં એક તરફ નવરાત્રી ચાલી રહી છે તો બીજી તરફ વરસાદની આગાહી વચ્ચે ખૈલયાઓ ગરમે રમી રહ્યા છે. જોકે, ગુજરાતમાં સત્તાવાર વિદાય હોવા છતાં વરસાદની શક્યતા સેવાઈ રહી હતી. જોકે, 24 કલાકમાં ગુજરાતમાં એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગે આજથી આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતાઓ સેવી નથી. ગુજરાતમાં વરસાદની શક્યતા ન હોવાથી ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી.

Advertisment

હવામાન વિભાગે આજે શું કરી આગાહી

હવામાન વિભાગની પ્રમાણે આજે 5 ઓગસ્ટ 2024, શનિવારના દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તાર ક્યાંય વરસાદ પડવાની શક્યતાઓ નથી. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં હવામાન સુકૂં રહેશે.

દેશમાંથી 15 ઓક્ટોબર સુધીમાં ચોમાસું સંપૂર્ણ વિદાય લેશે

સમગ્ર દેશમાં ચોમાસું વિદાય લેવાનું છે. હવામાન વિભાગનું કહેવું છે કે 15 ઓક્ટોબર સુધીમાં ચોમાસું સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. IMD અનુસાર આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં 8% વધુ વરસાદ થયો છે. દરમિયાન હવામાન વિભાગનું પણ કહેવું છે કે આ વર્ષે કડકડતી ઠંડી પડી શકે છે. IMDનું કહેવું છે કે ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાં આ વખતે તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે. આ વર્ષે પહેલા આકરી ગરમી પછી અતિવૃષ્ટિ અને હવે શિયાળાને લઈને આવા દાવાઓ થઈ રહ્યા છે.

શા માટે કહેવામાં આવી રહ્યું છે કે કડકડતી ઠંડી પડશે?

આનું કારણ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન લા નીના સક્રિય રહેવાની શક્યતા છે. IMD અનુસાર, ઓક્ટોબર-નવેમ્બરમાં લા નીના સ્થિતિ સર્જાવાની 71% શક્યતા છે. જો કે હવામાન વિભાગનું એમ પણ કહેવું છે કે ઠંડી કેટલી રહેશે તેની ચોક્કસ આગાહી નવેમ્બરમાં જ મળી શકશે. જો આ મહિને લા નીના સક્રિય રહેશે તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં તીવ્ર ઠંડી પડી શકે છે. લા નીના સામાન્ય રીતે તાપમાનમાં ઘટાડાનું કારણ બને છે. જેના કારણે શિયાળામાં પણ વધુ વરસાદ પડે છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત