/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-heavy-rain-1-2.jpg)
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી - Express photo
Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતમાં એક તરફ નવરાત્રી ચાલી રહી છે તો બીજી તરફ હજી પણ ક્યાંક ક્યાંક વરસાદ પડી રહ્યો છે. આમ તો ગુજરાતમાંથી વરસાદે વિદાય લઈ લીધી ગણી શકાય પરંતુ હજી પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરતામાકં 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં અડધા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જોકે, આજના દિવસ માટે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.
24 કલકામાં 8 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 8 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં અડધા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
| જિલ્લો | તાલુકો | વરસાદ(MM) |
| વલસાડ | કપરાડા | 15 |
| નવસારી | ખેરગામ | 8 |
| જૂનાગઢ | કેશોદ | 5 |
| ગીર સોમનાથ | તાલાલા | 2 |
| વલસાડ | પારડી | 2 |
| ડાંગ | આહવા | 2 |
| નવસારી | નવસારી | 1 |
| નવસારી | જલાલપોર | 1 |
હવામાન વિભાગની આજની આગાહી
ગુજરાતમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવાર દરમિયાન હવામાન વિભાગે આજના દિવસની આગાહી કરી છે. હવમાન વિભાગ પ્રમાણે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ ડાંગમાં આજે એકદમ સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
અમરેલીમાંમાં સૌથી નીચુ 23.1 ડિગ્રી તાપમાન નોંધાયું
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રવિવારના દિવસે રાજ્યમાં લઘુતમ તાપમાન 23.1 ડિગ્રીથી 26.5 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. અમરેલીમાંમાં 23.1 ડિગ્રી લઘુતમ તાપમાન અને દ્વારકામાં 26.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 25.5 ડિગ્રી, ડીસામાં 25.1 ડિગ્રી, ગાંધીનગરમાં 24.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોધાયા હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us