/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Gujarat-rain-end.jpg)
Gujarat Rain Update (ગુજરાત રેઈન અપડેટ): ગુજરાતમાં વરસાદની વિદાય - Express photo
Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે. બીજી તરફ નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે ખેલૈયાઓના મનમાં વરસાદનો હજી પણ ક્યાંકના ક્યાંક ડર રહેલો છે. જોકે, હવે ખેલૈયાઓને ચિંતા કરવાની જરૂર નથી કારણે હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરી છે. જેમાં ક્યાંય વરસાદની શક્યતાઓ સેવી નથી. સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે.
આગામી સાત દિવસ માટે હવામાન વિભાગની આગાહી
નવરાત્રીના તહેવાર વચ્ચે હવામાન વિભાગે ગુજરાત માટે આગામી સાત દિવસ માટે એટલે કે 8 ઓક્ટોબરથી લઈને 14 ઓક્ટોબર સુધી હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આ સાત દિવસમાં ગુજરાતમાં ક્યાંય વરસાદની શક્યાઓ નથી. આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સુકૂં રહશે.
ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત, નલિયામાં 23.5 ડિગ્રી તાપમાન નોંધાયું
ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને શિયાળો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ ગઈ છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ગુજરાતમાં તાપમાન અંગે વાત કરીએ તો નલિયામાં 23.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન છે. જ્યારે ભાવનગરમાં 27.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયો હતું. જે રાજ્યનું સૌથી ઉંચુ લઘુતમ તપામાન રહ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us