Gujarat Weather Update : ગુજરાતમાં 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાડા ત્રણ ઈંચ જેટલો નોંધાયો હતો. આજના દિવસે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાડા ત્રણ ઈંચ જેટલો નોંધાયો હતો. આજના દિવસે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી - Express photo

Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાનું નામ જ ન લેતું હોય તેમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાડા ત્રણ ઈંચ જેટલો નોંધાયો હતો. આજના દિવસે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

દેવભૂમી દ્વારકા અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેનટ્ર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાક દરમિયાન ગુજરાતના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકા અને અમરેલી જિલ્લામાં નોંધાયો હતો. આ જિલ્લાઓમાં સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

15 તાલુકામાં અડધા ઈંચથી લઈને ચાર ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેનટ્ર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાક દરમિયાન ગુજરાતના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
અમરેલીબગસરા82
દેવભૂમી દ્વારકાભાનવડ63
દેવભૂમી દ્વારકાખંભાળિયા55
અમરેલીધારી52
અમરેલીસાવરકુંડલા36
રાજકોટજામકંડોરણા34
જૂનાગઢભેસાણ20
અમદાવાદમાંડલ19
દાહોદગરબાડા18
જામનગરલાલપુર17
કચ્છમુન્દ્રા16
રાજકોટજેતપુર15
સાબરકાંઠાવડાલી15
છોટા ઉદેપુરક્વાંટ14
રાજકોટગોંડલ13

ક્યાં કેટલો વરસાદ નોંધાયો

અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

હવામાન વિભાગની આજની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ-ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની જોરદાર તક, વર્ગ-1,2 અને 3ની ભરતી, વાંચો A to Z માહિતી

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, દીવમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત