Gujarat Rain Update: આજે મેઘરાજા આરામ મોડ પર, બપોર સુધી ગુજરાતના માત્ર 6 તાલુકામાં વરસાદ

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ, વડોદરા અને ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આજે વડોદરા માટે અતિ ભારે દિવસ છે.

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ, વડોદરા અને ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આજે વડોદરા માટે અતિ ભારે દિવસ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદનો બ્રેક, આજની આગાહી

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદનો બ્રેક, આજની આગાહી - Express photo

Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતમાં નવરાત્રી પહેલા વરસાદની જમાવટ થઈ રહી છે. સમગ્ર ગુજરાત પર મેઘાની મહેર જોવા મળી રહી છે. નવરાત્રી પહેલા વરસાદના પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ, વડોદરા અને ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આજે વડોદરા માટે અતિ ભારે દિવસ છે કારણ કે હવામાન વિભાગે આજે વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે.

આજે મેઘરાજા આરામ મોડ પર

બે ત્રણ દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ આજે વરસાદ ધીમો પડી ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદનાં આંકડા પ્રમાણે આજે 30 સપ્ટેમ્બર 2024, સોમવારના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ગુજરાતના 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગાંધીનગરમાં કલોલમાં એક ઈંચ જેટલો અને ગાંધીનગરમાં પોણા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદરમાં સાડા ચાર ઈંચ, વડોદરામાં પોણા ચાર ઈંચ, જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. બોટાદના ગઢડામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

8 તાલુકામાં 3થી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

જિલ્લોતાલુકોવરસાદ (mm)
જૂનાગઢવિસાવદર112
વડોદરાવડોદરા96
જૂનાગઢજૂનાગઢ91
જૂનાગઢશહેર91
બોટાદગઢડા83
ગીર સોમનાથતાલાલા77
ગીર સોમનાથગીર ગઢડા75

24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

વડોદરામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 30 સપ્ટેમ્બર 2024, સોમવારના દિવસ વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, વડોદરા, નવસારી, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા,બોટાદ, કચ્છમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત