Gujarat Rain Update: ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, આજે બપોર સુધી ગુજરાતમાં ક્યાં વરસાદ નથી, સિઝનનો 137.43 ટકા વરસાદ નોંધાયો

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Update (ગુજરાત રેઈન અપડેટ): ગુજરાતમાં વરસાદની વિદાય

Gujarat Rain Update (ગુજરાત રેઈન અપડેટ): ગુજરાતમાં વરસાદની વિદાય - Express photo

Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતમાં થોડા દિવસ માટે ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ મેઘરાજા થોડા શાંત થયા છે. જોકે હજી રાજ્યના કેટલા જિલ્લાઓમાં વરસાદ મંડરાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ પ્રમાણે આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

આજે બપોર સુધી ગુજરાતમાં ક્યાં વરસાદ પડ્યો નથી

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલી માહિતી પ્રમાણે આજે 1 ઓક્ટોબર 2024, મંગળવારના દિવસે બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાની એકદમ નજીક આવી ઊભું છે. બીજી તરફ નવરાત્રીના આડે એક જ દિવસ બાકી રહેતા ખેલૈયાઓમાં રાહત જોવા મળી રહી છે.

ગુજરાતમાં સિઝનનો 137.43 ટકા વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 137.43 ટકા વરસાદ નોંધાયો હતો. જો ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં 18486 ટકા, ઉત્તર ગુજરાતમાં 114.87 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 132.91 ટકા, સૌરાષ્ટ્રમાં 147.49 ટકા, દક્ષિણ ગુજરાતમાં 141.10 ટકા વરસાદ નોંધાયો છે.

24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

16 તાલુકામાં અડધા ઈંચથી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

જિલ્લા તાલુકા વરસાદ (mm)
અમરેલી અમરેલી 47
સાબરકાંઠા વડાલી 36
ગીર સોમનાથ તલાલા 29
ગીર સોમનાથ પાટણ-વેરાવળ 24
ગાંધીનગર કલોલ 21
જૂનાગઢ માળિયા હાટિના 19
ગાંધીનગર ગાંધીનગર 19
અમરેલી ખાંભા 18
અમરેલી બગસરા 14
ભાવનગર ઉમરાલા 14
ગીર સોમનાથ સુત્રાપાડા 14
જૂનાગઢ કેશોદ 13
વલસાડ વાપી 13
મહિસાગર ખાનપુર 13
મહિસાગર કડાણા 13
અમદાવાદ સાણંદ 12

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ પડ્યો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

હવામાન વિભાગની આજની વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં આજે ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવા વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ પ્રમાણે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત