/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Rain-during-Navratri.jpg)
Gujarat Rain Update: નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓનો ખેલ બગાડશે? - Express photo
Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): 3 ઓક્ટોબર 2024, ગુરુવારથી નવરાત્રીનો તહેવાર શરુ થાય છે. જેની ખેલૈયાઓ અને યુવા હૈયાઓ આતૂરતાથી રાહ જોઈને બેઠા હતા. જોકે ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં હજી ભય છે કે નવરાત્રી દરમિયાન વરસાદ તેનો ખેલ બગાડશે. જોકે, હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવી ગયા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતા નથી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
24 કલાકમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
| જિલ્લો | તાલુકો | વરસાદ |
| નવસારી | જલાલપોર | 46 |
| ગીર સોમનાથ | સુત્રાપાડા | 35 |
| સુરત | પલસાણા | 27 |
| ગીર સોમનાથ | તાલાલા | 26 |
| નવસારી | નવસારી | 23 |
| જૂનાગઢ | વિસાવદર | 19 |
| ગીર સોમનાથ | પાટણ-વેરાવળ | 15 |
| અમરેલી | સાવરકુંડલા | 15 |
| સાબરકાંઠા | વિજયનગર | 11 |
| અમરેલી | બગસરા | 10 |
| જૂનાગઢ | કેશોદ | 7 |
| જૂનાગઢ | માળિયા હાટિના | 3 |
| અમરેલી | ખાંભા | 3 |
| અમરેલી | રાજુલા | 2 |
વરસાદ નવરાત્રીમાં ખેલૈયાઓનો ખેલ બગાડશે?
આવતી કાલે એટલે કે 3 ઓક્ટોબર 2024, ગુરુવારથી નવરાત્રીનો પ્રારંભ થાય છે. બીજી તરફ ગુજરાતમાં ક્યાંક ક્યાં હજી પણ વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેલૈયાઓ અને ગરબા આયોજકોના મનમાં હજી પણ ડર રહેલો છે કે વરસાદ ગમે ત્યારે તેમનો ખેલ બગાડી શકે છે. જોકે, હવામાન વિભાગ તરફથી મળતી માહિતી આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us