/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Gujarat-rain-round.jpg)
Gujarat Rain Update (ગુજરાત રેઈન અપડેટ): ગુજરાતમાં વરસાદ આજની આગાહી - Express photo
Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): છેલ્લા બે ત્રણ દિવસ વરસાદના વિઘ્ન સાથે નવરાત્રીનો તહેવાર પુરો થયો છે ત્યારે આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવનારો છે. જોકે, વરસાદ હજી પણ વિદાય લેવાનું નામ નથી લેતો. દિવાળી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે તેવા એંધાણ છે. હવામાન વિભાગે આજે દશેરા એટલે વિજયાદશમીના દિવસે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવી છે. તો 24 કલાકમાં ગુજરાતના 53 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચના વાલિયામાં અઢી ઈંચ ખાબક્યો હતો.
24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 53 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચના વાલિયામાં અઢી ઈંચ ખાબક્યો હતો. આ ઉપરાંત નવસારીમાં દોઢ ઈંચ, સુરતના મહુવામાં સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
13 તાલુકામાં અડધાથી ત્રણ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 53 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 13 તાલુકા એવા છે જેમાં અડધાથી 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| ભરૂચ | વાલિયા | 62 |
| નવસારી | નવસારી | 39 |
| સુરત | મહુવા | 30 |
| તાપી | વાલોદ | 28 |
| સુરત | કામરેજ | 26 |
| સુરત | બારડોલી | 26 |
| સુરત | માંગરોલ | 23 |
| સુરત | ઓલપાડ | 20 |
| છોટા ઉદેપુર | ક્વાંટ | 20 |
| સુરત | પલસાણા | 18 |
| નવસારી | જલાલપોર | 14 |
| નર્મદા | નાંદોદ | 14 |
| ડાંગ | આહવા | 12 |
આજની વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 12 ઓક્ટોબર 2024ના ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છ જિલ્લામાં વરસાદ પડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us