Gujarat Weather Update : ગુજરાતમાં તમામ તાલુકા કોરા ધાકોર, ઠંડીનો ધીમે ધીમે પગ પેસારો, આજની આગાહી

Gujarat Weather Forecast : હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં વરસાદની આગાહી કરી છે.ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે આગળ વધી રહી છે.

Gujarat Weather Forecast : હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં વરસાદની આગાહી કરી છે.ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે આગળ વધી રહી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Forecast and Weather updates

ગુજરાત વેધર ન્યુઝ

Gujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદ પડ્યો હતો. જોકે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક પણ તુલાકમાં વરસાદ નોંધાયો નથી. જોકે, હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં વરસાદની આગાહી કરી છે.ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે આગળ વધી રહી છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે.

Advertisment

24 કલાકમાં એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. આમ આખું ગુજરાત કોરું ધોકાર રહ્યું હતું. ગુજરાતમાં વરસાદે એકદમ વિદાય લીધી હોય એમ કહી શકાય.

હવામાન વિભાગની આજની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 18 ઓક્ટોબર 2024, શુક્રવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગરહવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન(ડિગ્રીમાં)લઘુતમ તાપમાન(ડિગ્રીમાં)
અમદાવાદ37.425.5
ડીસા37.323.9
ગાંધીનગર34.223.5
વડોદરા35.625.8
સુરત34.626.4
વલસાડ--
દમણ33.226.2
ભૂજ36.726.2
નલિયા3625.8
કંડલા પોર્ટ3627.5
કંડલા એરપોર્ટ36.726
ઓખા32.927.6
પોરબંદર34.224.5
રાજકોટ34.225
વેરાવળ34.226.2
દીવ33.425.6
સુરેન્દ્રનગર35.526.8
મહુવા34.624.9
કેશોદ32.924.4
Advertisment

ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે ધીમે ધીમે શિયાળાની શરુઆત થઈ રહી છે. ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે આગળ વધી રહી છે. જોકે, અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરે ગરમી અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે. ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો ગુરુવારે રાજ્યમાં 23.5 ડિગ્રી લઘુતમ તાપમાનથી લઈને 27.6 લઘુતમ તાપમાન વચ્ચે ઠંડી નોંધાઈ હતી.

ચોમાસું શિયાળો આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત