Gujarat Weather forecast : દિવાળીના તહેવારો એકદમ નજીક આવીને ઊભા છે છતાં પણ ગુજરાતમાંથી વરસાદ વિદાય લેવાનું નામ નથી લેતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 20 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના તાલાલામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કૂલ 15 જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ શેવી છે.
ગુજરાતમાં 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ગુજરાતના 20 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના તાલાલામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો
જિલ્લો તાલુકો વરસાદ ગીર સોમનાથ તાલાલા 18 જૂનાગઢ જૂનાગઢ 15 જૂનાગઢ શહેર 15 ભરૂચ ઝઘડિયા 15 ભરૂચ નેત્રંગ 10 પોરબંદર પોરબંદર 9 જૂનાગઢ માળિયા હાટિના 8 કચ્છ ભચાઉ 6 અમદાવાદ ધોલેરા 6 ભરૂચ અંકલેશ્વર 5 ગીર સોમનાથ ગીર ગઢડા 4 દાહોદ દેવગઢબારિયા 4 ભરૂચ વાલિયા 3 સુરત બારડોલી 3 ભાવનગર વલ્લભીપુર 2 સુરત માંગરોલ 2 સુરત માંડવી 2 વલસાડ ધરમપુર 1 નર્મદા ડેડિયાપાડા 1 ડાંગ આહવા 1
આ પણ વાંચોઃ- નકલી, નકલી, નકલી: ગાંધીનગરમાં એક વ્યક્તિએ પોતે જજ બની આશરે 5 વર્ષ સુધી નકલી કોર્ટ ચલાવી
આજે ગુજરાતના 15 જિલ્લામાં પડશે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 15 જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. જેમાં નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને દીવનો સમાવેશ થાય છે.