Gujarat Weather Forecast : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ બે દિવસ અતિ ભારે વરસાદ ની આગાહી, જુઓ ક્યાં કેવો માહોલ?

Gujarat Weather Forecast 22 July 2024 : ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસઆ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Written by Kiran Mehta
Updated : July 22, 2024 19:13 IST
Gujarat Weather Forecast : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ બે દિવસ અતિ ભારે વરસાદ ની આગાહી, જુઓ ક્યાં કેવો માહોલ?
ગુજરાત વેધર આગાહી, 22 જુલાઈ 2024

Gujarat Weather Forecast : ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાન મચાવી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા, ગીર સોમનાથ,પોરબંદર, જુનાગઢમાં તો આ બાજુ સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં આભ ફાટ્યું હોય તેમ વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા, ગીર સોમનાથ અને જુનાગઢના અનેક ગામડાઓ જાણે સંપર્ક વિહોણા બન્યા છે.

દ્વારકા સોમનાથ હાઈવે પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક ગામો અને ઘરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ બે દિવસ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના જિલ્લામાં વરસાદી આફત યથાવત રહેશે.

હવામાન વિભાગની આજની તાજેતરની આગાહી અનુસાર, આજે તો 11 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે આવતીકાલે સાત જિલ્લામાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે અને બુધવારે પણ ચાર જિલ્લામાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો જોઈએ કયા દિવસે કયા જિલ્લામાં અતિથી અતિભારે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ત્રણ દિવસ કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર તો દક્ષિણમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મંગળવારની વાત કરીએ તો, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જેમા દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સાથે અતિથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

બુધવારની વાત કરીએ તો, હવામાન વિભાગે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે તેવું અંદાજ આપ્યો છે. તો આ બાજુ નવસારી અને વલસાડમાં પણ અતિથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બોટાદ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગનો સામવેશ થાય છે. તો મંગળવારે આઠ જિલ્લામાં જેમાં જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને દક્ષિણમાં ભરૂચ, સુરત, તાપી અને ડાગનો સમાવેશ થાય છે. આ સિવાય બુધવારે, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલ્રટ આપવામાં આવ્યું છે.

દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચથી વધુ વરસાદ, માણાવદરમાં 8 ઈંચ

મેઘરાજાનું સૌરાષ્ટ્રમાં રૌદ્ર સ્વરૂપ ફરી જોવા મળ્યું છે. દ્વારકાના કલ્યાણપુરમાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના6 વાગ્યા સુધીમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો જુનાગઢના માણાવદરમાં 8 ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. કલ્યાણપુરમાં તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દ્વારકા પંથકમાં ભારે વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, ત્યારે તંત્ર દ્વારા હેલિકોપ્ટરથી બચાવ કામગીરી શરૂ કરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય અનેક લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે.

જુઓ ક્યાં કેટલો વરસાદ ખાબક્યોં?

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા સવારના 6 વાગ્યા થી સાંજના 6 વાગ્યાના વરસાદના આંકડા અનુસાર, કલ્યાણપુરમાં 281 મીમી, માણાવદરમાં 198 મીમી, સુરતના પલસાણામાં 162 મીમી, જુનાગઢના વિસાવદરમાં 149 મીમી, બારડોલીમાં 147 મીમી, માળિયા હાટિના અને દ્વારકા શહેરમાં 135 મીમી, રાજકોટના ઉપલેટામાં 132 મીમી, કામરેજમાં 123 મીમી, ગીર ગઢડામાં 120 મીમી તો વલસાડના કપરાડામાં 11 મીમી અને સુરતના માંડવીમાં 107 મીમી વરસાદ નોંધાયો છે.

આ બાજુ વાપીમાં 99 મીમી, કુતિયાણાઅને ઉમરપાડામાં 95 મીમી, ઉમરગામમાં 93 મીમી, ચીખલીમાં 86 મીમી, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં 84 મીમી, રાણાવાવમાં 83 મીમી, કેશોદ અને અંકલેશ્વરમાં 78 મીમી, સુરત શહેરમાં 76 મીમી, વંથલીમાં 73 મીમી, ધરમપુરમાં 69 મીમી, પારડીમાં 68 મીમી, શિહોરમાં 64 મીમી, ચુડા 61 મીમી, ધોરાજીમાં 60 મીમી, નવસારીમાં 58 મીમી, ખેરગામમાં 56 મીમી, અબડાસા, જલાલપોર અને વલસાડમાં 54 મીમી, માંગરોળ અને તારાપુરમાં 53 મીમી, વાલિયામાં 52 મીમી, થાનગઢમાં 48 મીમી, કંભાત અને ચોરાસીમાં 47 મીમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય 23 તાલુકામાં દોઢથી એક ઈંચ વરસાદ જોવા મળ્યો છે. તો 84 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ