Gujarat Rainfall, weather forecast : થોડા દિવસના વિરામ બાદ વરસાદે ફરીથી બેટિંગ કરવાનું શરુ કરી દીધું છે. આજે શનિવારના રોજ વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વદળો ઘેરાતા આકાશમાં વરસાદી માહોલ સર્જાયો છે. મધ્ય ગુજરાતમાં બે કલાકમાં 35 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે ગોધરામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
બિપરજોય બાદ વરસાદની બેટિંગ ફરી ચાલું
બિપરજોય વાવાઝોડાના કારણે ચોમાસું વહેલા શરુ થયું હોય એમ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રીક વરસાદ પડ્યો હતો. જોકે, વાવાઝોડું ગયા બાદ વરસાદ પણ શાંત પડી ગયો હતો. અને થોડા દિવસના વિરામ બાદ હવે ફરીથી વરસાદ પડવાનું શરુ થયું છે. મધ્ય ગુજરાતમાં વરસાદમાં મોટાભાગના તાલુકામાં વરસાદ પડવાનું શરુ થયું છે. થોડા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાનું શરુ થઈ જશે.
મધ્ય ગુજરાતમાં બે કલાકમાં 35 તાલુકામાં વરસાદ ખાબક્યો
મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. બે કલાકમાં 35 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે ગોધરામાં બે કલાકમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કાલોલ, હાલોલ અને દેસરમાં પણ બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. સાથે સાથે છોટાઉદેપુર, વડોદરા અને આજુ બાજુના જિલ્લાના તુલાકઓમાં પણ વરસાદ પડ્યો હતો. વડોદરાના સાવલીમાં 2 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચોઃ- jamnagar : જામનગરમાં ગુજરાત હાઉસિંગનો ફલેટ ધરાશાયી થતા એક જ પરિવારના 3 લોકોના મોત અને 5 ઘાયલ, બચાવ કામગીરી ચાલુ
યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદ
મધ્યગુજરાતમાં વરસાદની વાત કરીએ તો ખેડા જિલ્લામાં આવેલું યાત્રાધામ ડાકોરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે ડાકોર મંદિર બહાર વરસાદી પાણી ભરાયા હતા. મંદિર બહાર પ્રવાસીઓ અટવાયા હતા.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી 2024 નો શંખનાદ, વિપક્ષની પહેલી એક્તા બેઠક સંપન્ન, જાણો 10 મહત્વની વાતો
અમદાવાદમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો
અમદાવાદ શહેરમાં શનિવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદના આકાશમાં વાદળો છવાયા હતા. અને વરસાદી માહોલ સર્જાયો હતો. જોકે, ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા.





