Gujarat Weather : ગુજરાત વેધર | ગરમીનો પારો વધ્યો, શુક્રવાર સુધી સમગ્ર ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે

ગુજરાત વેધર : ગુજરાતમાં ગરમી માં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યું અગામી દિવસમાં કેવું રહેશે તાપમાન. કાળઝાળ ગરમી પડવાની આગાહી.

ગુજરાત વેધર : ગુજરાતમાં ગરમી માં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યું અગામી દિવસમાં કેવું રહેશે તાપમાન. કાળઝાળ ગરમી પડવાની આગાહી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
gujarat weather | heat wave

ગુજરાતમાં ગરમી વધી

Gujarat Weather : ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. મંગળવારે ગુજરાતના ભુજમાં સૌથી વધુ 41.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું - જે સામાન્ય કરતાં 4.9 ડિગ્રી વધારે હતું.

Advertisment

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, મંગળવારે રાજકોટ (41.1 ડિગ્રી), સુરેન્દ્રનગર (41 ડિગ્રી), અમરેલી (40.4 ડિગ્રી) અને ડીસા (40.1 ડિગ્રી) માં પણ મંગળવારે 40 ડિગ્રી સેલ્સિયસનો આંકડો પાર થયો હતો.

IMD એ જણાવ્યું હતું કે, બુધવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે.

હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, શુક્રવાર સુધી રાજ્યમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને તમામ જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની "વધારે શક્યતા" છે.

Advertisment

રાજ્યના અન્ય કેન્દ્રો, જેમ કે અમદાવાદ (39.9 ડિગ્રી), ગાંધીનગર અને વડોદરા (39.4 ડિગ્રી), કંડલા એરપોર્ટ અને કેશોદ (39 ડિગ્રી), ભાવનગર (38.4 ડિગ્રી), અને કંડલા પોર્ટ (38 ડિગ્રી)માં પણ વધારો જોવા મળ્યો હતો.

સામાન્ય મહત્તમ તાપમાનમાં મોટો તફાવત ધરાવતા કેન્દ્રોમાં રાજકોટ (3.9 ડિગ્રી વધુ), કંડલા (3.7 ડિગ્રી વધુ) અને ડીસા (3.4 ડિગ્રી વધુ) નો સમાવેશ થાય છે.

Meteorological Department - Weather Report - 26 March 2024
હવામાન વિભાગ - વેધર રિપોર્ટ - 26 માર્ચ 2024 (ફોટો સોર્સ - આઈએમડી અમદાવાદ)

મંગળવારે પણ મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ હતું. ભુજમાં 24.3 ડિગ્રી સેલ્સિયસ અને ડીસામાં 23.9 ડિગ્રી સેલ્સિયસ, સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ, જ્યારે ભાવનગર (25.2 ડિગ્રી) અને વેરાવળ (23.5 ડિગ્રી)માં સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં મહત્તમ તાપમાન (39.9 ડિગ્રી સેલ્સિયસ) સામાન્ય કરતાં 1.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન (24.2 ડિગ્રી સેલ્સિયસ) સામાન્ય કરતાં 3.4 ડિગ્રી વધુ હતું.

આ પણ વાંચો - ગુજરાત ઉનાળુ સિઝન : આ વર્ષે ડાંગરની વાવણીમાં ઉછાળો નોંધાયો

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે અગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના મેદાની વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. તમને જણાી દઈએ કે, 40 ડિગ્રીથી વધુ તાપમાન પહોંચે ત્યારે યલો એલર્ટ આપવામાં આવે છે. રાજ્યમાં અનેક જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે.

વેધર ન્યૂઝ ઉનાળો ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ ગુજરાત