Gujarat weather Updates : અમદાવાદમાં ગરમી વધી, રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Summer weather update : ગુજરાતમાં હવે એક તરફ વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી ફરી શરુ થઈ ગઈ છે.

Gujarat Summer weather update : ગુજરાતમાં હવે એક તરફ વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી ફરી શરુ થઈ ગઈ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat weather heat and rain

ગુજરાત આજનું હવામાન - photo by IEGujarati

Gujarat weather rain forecast, ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં એક તરફ ઉનાળો આગળ વધી રહ્યો છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં ગરમીનો પારો વધવા લાગ્યો છે. જોકે, હવામાન વિભાગે વધુ બે દિવસ વધુ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

Advertisment

અમદાવાદમાં વધતી જતી ગરમી

મે મહિનો અડધો થયો છે અને અત્યારે પણ રાજ્યમાં વરસાદની આગાહી થઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે હવે અમદાવાદમાં ગરમીનો પારો વધવા લાગ્યો છે. બપોરના સમયે આકાશમાંથી આગ ઝરે છે. જેથી કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ગરમ પવનો ફૂંકાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ઉનાળા વચ્ચે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે 15 મે 2025 અને 16 મે 2025ના રોજ રાજ્યના મોટભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરી હતી.

Advertisment

આ ઉપરાંત હવામાન વિભાગે વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી. આ વિસ્તારોમાં પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ39.1 28.0
ડીસા38.4 27.9
ગાંધીનગર38.6 28.5
વિદ્યાનગર38.9 28.2
વડોદરા38.0 27.6
સુરત36.0 28.0
વલસાડ
દમણ35.8 27.8
ભૂજ38.326.4
નલિયા35.2 27.5
કંડલા પોર્ટ38.0 27.5
કંડલા એરપોર્ટ40.0 26.8
અમરેલી38.8 25.2
ભાવનગર37.4 27.8
દ્વારકા33.2 28.5
ઓખા34.0 28.2
પોરબંદર33.9 26.0
રાજકોટ40.6 25.2
વેરાવળ33.0 28.8
દીવ33.0 26.7
સુરેન્દ્રનગર40.8 27.2
મહુવા34.6 26.5
કેશોદ36.6 25.9

આ પણ વાંચોઃ- ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતા વહેલું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસું 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જોકે, આ વર્ષે તે 4 દિવસ વહેલું, 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે. તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને એટલું જ નહીં, તે ખૂબ જ ઝડપથી સમગ્ર રાજ્યને આવરી લેશે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત