/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gujarat-Weather-Forecast-1-1.jpg)
ગુજરાત વેધર આગાહી
Gujarat Weather Forecast : ગુજરાતના હવામાનમાં ત્રણ દિવસથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. મંગળવારે પણ રાજ્યના 118 તાલુઓમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે હજુ પણ બે-ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહ કરી છે. તો વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાથી અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.
ક્યાં કેવો વરસાદ પડ્યો
હવામાન વિભાગના છેલ્લા 24 કલાકના વરસાદ ડેટા અનુસાર, સોમવારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો ભરૂચના નેત્રંગમાં 2 ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં 1.50 ઈંચ, ભરૂચના વાલિયામાં 1.50 ઈંચ, નર્મદાના તિલકવાડા અને સુરતના ઓલપાડમાં 1.25 ઈંચ, તો અમરેલી શહેર, મહેસાણાના બેચરાજી, કચ્છના ગાંધીધામ અને નર્મદાના નાંદોદમાં 1.00 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે બુધવારે કયા વિસ્તારમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવ માં વરસાદની વધારે શક્યતા દર્શાવવામાં આવી છે.
ગુરૂવાર અને શુક્રવારે કોનો વારો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું સંકટ હજુ પણ બે દિવસ કેટલાક છૂટા છવાયા સ્થળોએ જોવા મળી શકે છે. જેમાં ગુરૂવાર માટેની આગાહીની વાત કરીએ તો, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, રાજકોટ અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બાજુ શુક્રવાર માટે ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો - Poicha Narmada river drown : પોઈચા માં નર્મદા નદીમાં 8 ડૂબ્યા, સાત લાપતા ને શોધવા NDRFની મદદ લેવાઈ
ક્યાં કેવું તાપમાન રહ્યું
રાજ્યમાં મંગળવારના ગરમીના ડેટા પર નજર કરીએ તો, સૌથી ઊંચુ તાપમાન રાજકોટમાં 42.5 અને ભૂજમાં 42.3 નોંધાયું છે. તો સૌથી નીચુ તાપમાન દાહોદ 31.6 ડીગ્રી નોંધાયું હતુ. આ સિવાય 40 થી વધુ ડીગ્રી તાપમાન ડીસા 40.3, સુરત 40 ડીગ્રી, સુરેન્દ્રનગર 41.3 અને વલસાડ 41.4 ડીગ્રી નોંધાયું હતુ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us