/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Gujarat-weather-forecast-IMD.jpg)
ગુજરાત હવામાન વિભાગ આગાહી
Gujarat Weather : ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે. તો આ સિવાય આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થતા ઠંડીનું મોજુ જોવા મળશે.
IMDના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, "આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં હવામાન મોટાભાગે સૂકું રહેશે, તેમ છતાં નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની અપેક્ષા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે."
વરસાદ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને અડીને આવેલા મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા ચક્રવાતી પરિભ્રમણ તેમજ મધ્ય રાજસ્થાન પરના અન્ય ચક્રવાતી પરિભ્રમણને આભારી છે.
આ સિવાય હવામાનમાં આવેલા ફેરફારને કારણે સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. “રાજ્યભરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4-5 ડિગ્રી ઓછું છે જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ છે. મોહંતીએ કહ્યું કે, દિવસના તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થવાની ધારણા છે, પરંતુ આગામી પાંચ દિવસમાં રાત્રિના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે.
બુધવારે કેન્દ્રોમાં સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલીમાં 26.2 ડિગ્રી, વડોદરામાં 27 ડિગ્રી અને સુરતમાં 28.5 ડિગ્રી નોંધાયું હતું. આ તમામ તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું હતું. જે જિલ્લાઓમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું હતું, તે પૈકી અમદાવાદમાં 27.3 ડિગ્રી, નલિયામાં 27.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 28.3 ડિગ્રી નોંધાયું હતું.
આ પણ વાંચો - Surat Chemical Company Fire | સુરત કેમિકલ કંપની આગ : સાત કામદારો આગમાં ભડથું, માનવ કંકાલ મળ્યા, 8 ની હાલત ગંભીર
બુધવારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 12.2 ડિગ્રી અને ભુજમાં 15.6 ડિગ્રી નોંધાયું હતું.
અન્ય કેન્દ્રો પર લઘુત્તમ તાપમાન કંડલા એરપોર્ટ પર 16.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.4 ડિગ્રી, અમરેલીમાં 16.6 ડિગ્રી, રાજકોટમાં 16.8 ડિગ્રી, ગાંધીનગરમાં 17.4 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી, અમદાવાદમાં 17.8 ડિગ્રી, કંડલા અને ભાવનગરમાં 18.5 ડિગ્રી નોંધાયું હતું. દ્વારકામાં 18.8 ડિગ્રી નોંધાયું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us