Gujarat Rain Updates: તાંડવ મચાવ્યા બાદ મેઘો શાંત થયો, સેના અને NDRFનું સતત રેસ્ક્યૂ ચાલું, વરસાદની તમામ અપડેટ્સ અહીં જુઓ

Gujarat Rain Updates: ગુજરાતમાં ચાર દિવસ તાંડવ માચાવ્યા બાદ મેઘરાજા થોડા શાંત થયા દેખાઈ રહ્યા છે. ભારતીય સેના, એનડીઆરફ ટીમો સહિત તંત્ર રેસ્ક્યૂ અને બચાવ કામગીરીમાં સતત કરી રહ્યું છે.

Gujarat Rain Updates: ગુજરાતમાં ચાર દિવસ તાંડવ માચાવ્યા બાદ મેઘરાજા થોડા શાંત થયા દેખાઈ રહ્યા છે. ભારતીય સેના, એનડીઆરફ ટીમો સહિત તંત્ર રેસ્ક્યૂ અને બચાવ કામગીરીમાં સતત કરી રહ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Live Updates: ગુજરાત વરસાદ લાઇવ અપડેટ્સ

Gujarat Rain Live Updates: ગુજરાત વરસાદ લાઇવ અપડેટ્સ - Photo courtesy of Gujarat Information Department

Gujarat Weather Updates, IMD Red Alert: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાતમાં ચાર દિવસ તાંડવ માચાવ્યા બાદ મેઘરાજા થોડા શાંત થયા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. અને ભારતીય સેના, NDRF ટીમો સહિત તંત્ર રેસ્ક્યૂ અને બચાવ કામગીરીમાં સતત કરી રહ્યું છે.

Advertisment

વરસાદનું જોર એકદમ ઘટ્યું

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારને 30 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છના મુન્દ્રામાં 26 મીમી (1 ઇંચ) વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. મુન્દ્રામાં 26 મીમી, અંજાર, વેરાવળ 18 મીમી, દ્વારકા 16 મીમી, દાંતીવાડા 15 મીમી, માંડવી 13 મીમી, ખેરાલું 12 મીમી અને હિંમતનગરમાં 10 મીમી વરસાદ વરસ્યો છે. અન્ય 52 તાલુકામાં 1 થી લઇને 9 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

  • Aug 30, 2024 21:34 IST

    Gujarat Rain Live : વડોદરા - પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી

    વડોદરા પ્રશાસન તરફથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી

    — ANI_HindiNews (@AHindinews) August 30, 2024



  • Aug 30, 2024 18:03 IST

    Gujarat Rain Live : ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 882 મીમી વરસાદ નોંધાયો

    અમદાવાદ: IMD વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કચ્છમાં ખૂબ જ ભારે વરસાદ થયો છે. ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 882 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 50% વધુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.



  • Advertisment
  • Aug 30, 2024 17:08 IST

    Gujarat Rain Live : રાજુલાનો ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો

    રાજુલાનો ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થયો છે. રાજુલામાં ધીમીધારે વરસાદથી ધાતરવડી ડેમ 1 છલકાતા ખેડૂતોને ઘણો ફાયદો થશે.



  • Aug 30, 2024 14:57 IST

    Gujarat Rain Live (ગુજરાત વરસાદ આજનું હવામાન): ગુજરાતમાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી માત્ર 47 તાલુકામાં વરસાદ

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 30 ઓગસ્ટ 2024, શુક્રવારના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા વચ્ચે ગુજરાતમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના મુંદ્રામાં એક ઈંચ નોંધાયો હતો. બપોરે બાદ કચ્છમાં વરસાદ બંધ થયો છે. જોકે, બાકીના તાલુકામાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે.



  • Aug 30, 2024 12:18 IST

    Gujarat Rain Live (ગુજરાત વરસાદ આજનું હવામાન): વડોદરાના અકોટા રેલવે લાઈન પરથી 12 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરાયું

    વડોદરામાં મગરો પકડવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે શુક્રવારે સવારે 2 વાગ્યે વડોદરા શહેરના અકોટા રેલ્વે લાઇન પરથી 12 ફૂટનો મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.



  • Aug 30, 2024 11:50 IST

    Gujarat Rain Live (ગુજરાત વરસાદ આજનું હવામાન): ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત

    પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:-

    સંપૂર્ણપણે રદ ટ્રેનો

    1. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર

    2. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર

    શોર્ટ ટર્મિનેટ ટ્રેન

    * 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ રનોલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.

    શોર્ટ ઓરિજિનેટ ટ્રેનો

    1. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.

    2. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.



  • Aug 30, 2024 11:01 IST

    Gujarat Rain Live (ગુજરાત વરસાદ આજનું હવામાન): સુખભાદર ડેમમાંથી પાણી છોડાતા 20 ગામને એલર્ટ કરાયા

    ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ઓવર ફ્લો થયા છે. ત્યારે સુખભાદર ડેમ પણ ઓવરફ્લો થતાં દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના કૂલ 20 ગામોને એલર્ટ કરાયા છે.



  • Aug 30, 2024 10:07 IST

    Gujarat Rain Live (ગુજરાત વરસાદ આજનું હવામાન): સૌરાષ્ટ્રના 25 તાલુકા જળબંબાકાર, મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા

    સૌરાષ્ટ્રમાં ગુરુવાર સાંજ સુધી ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે 25 તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે.



  • Aug 30, 2024 09:58 IST

    Gujarat Rain Live (ગુજરાત વરસાદ આજનું હવામાન): વડોદરામાં પૂરના પાણી ઓસરતા પાંચ મૃતદેહો મળ્યા

    સાતમ આઠમના દિવસે વડોદરામાં અતિ ભારે વરસાદના પગલે વડોદરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વિશ્વામિત્રી નદીના પાણી પણ શહેરમાં ભરાયા હતા. આખું શહેર પાણી ડૂબી ગયું હતું. જોકે, વરસાદ બંધ થતાં શહેરમાંથી પૂરના પાણી ઓસરી રહ્યા છે ત્યારે પાણી ઓસરતાં જ શહેરમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત પૂરના પાણીમાં ડૂબી જતાં મોતને ભેટાલા પાંચ હતભાગીના મૃતદેહો મળી આવ્યા છે.



  • Aug 30, 2024 09:54 IST

    Gujarat Rain Live (ગુજરાત વરસાદ આજનું હવામાન): ખેડાના 6 ગામોમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા

    થોડા દિવસો પહેલા વરસાદે ખેડા જિલ્લાને ગમરોળ્યું હતું. જોકે, ત્યારબાદ ખેડા જિલ્લામાં જોરદાર વરસાદ પડ્યો નથી. આમ છતાં ખેડા જિલ્લાના માતર અને વસો તાલુકાના 6 ગામના એવા છે જ્યાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે. વરસાદની પાણીના પગલે 100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.



  • Aug 30, 2024 09:48 IST

    Gujarat Rain Live (ગુજરાત વરસાદ આજનું હવામાન): ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારો પર અસાન વાવાઝોડાનો ખતરો

    ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની સાથે જ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં અસના વાવાઝોડાનું ત્રાટકવાની સંભવાના વચ્ચે તંત્ર પણ એલર્ટ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાઈલેવલની બેઠક બોલાવી હતી.



  • Aug 30, 2024 09:48 IST

    Gujarat Rain Live (ગુજરાત વરસાદ આજનું હવામાન): ગુજરાતમાં સવારે 6થી 8 વાગ્યા સુધી માત્ર 14 તાલુકામાં વરસાદ

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 30 ઓગસ્ટ 2024, શુક્રવારના રોજ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે ગુજરાતમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના મુંદ્રામાં એક ઈંચ નોંધાયો હતો.



ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત